Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોલીસે ગરબાડા ચડ્ડી ગેંગના શખ્સોને ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ પોલીસે રાજ્યમાં અલગ-અલગ પ્રકારના ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવતી ગરબાડા ચડ્ડી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી ૩૫ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગરબાડા ચડ્ડી ગેંગના આરોપીઓએ રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાને મળેલી ખાનગી બાતમીને આધારે સાબર ડેરી પાસે એન જી પ્લાન્ટ ગઢોડા ગામની સીમમાં ચડ્ડી ગેંગના ત્રણ આરોપીઓ કામ કરે છે. પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓ મળી આવેલ જેની પૂછપરછ કરતા પોલીસની વધુ શંકા જતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછમાં ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં ૩૫ જેટલી ઘરફોડ ચોરી, લૂંટ તને ધાડ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓની પોલીસે હાલ તો જેલ હવાલે કરી દીધા છે. ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં ચોરી કરેલ છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં ૩ કેસ, અમદાવાદ શહેરમાં ૧૧ કેસ, ગાંધીનગર જિલ્લામાં ૫ કેસ, વડોદરા સીટીમાં ૫ કેસ, અમરેલી જિલ્લામાં ૨ કેસ , નવસારી જિલ્લામાં ૨ કેસ, ખેડા જિલ્લામાં ૧ કેસ, સુરત સીટીમાં ૧ કેસ, તેમજ વધારાની ૫ ચોરીઓ કરેલ હતી. પોલીસે હાલ તો ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ કિંમત રૂપિયા ૬૫૦૦૦ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીના ગુનામાં તરખાટ મચાવનાર ચડ્ડી ગેંગના આરોપીઓ ચોરી કરતા સમયે શરીર ઉપર ફક્ત અને ફક્ત ચડ્ડી પહેરી રાખતા હતા જેથી પકડાઈ જતા સહેલાઇથી છુટી જતા હતા અને મોટી ઉંચાઈવાળી દિવાલો પણ કૂદી જતા હતા તેમજ ચોરી કરતા સમયે હાથમાં પથ્થર રાખતા હતા જેથી લોકો જાગી જતા તેમના પર પથ્થરથી હુમલો કરતા હતા તેમજ આ ચોરી કરતી ચડ્ડી ગેંગ આધુનિક યુગની પદ્ધતિઓ ઉપયોગ કરતા હતા. પોલીસે હાલ તો ત્રણેય આરોપીઓને જેલ હવારે કરી ચડી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છેે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વડનગરમાં સહયોગી યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા 400 કીટોનું વિતરણ

editor

કુબેરનગરથી ૧૪ મહિલા જુગાર રમતી ઝડપાઇ ગઈ

aapnugujarat

૪૭ કરોડથી વધુ ચો.મી. ગૌચર જમીનો ઉપર ગેરકાયદે દબાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1