Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનની સંસદમાં કાશ્મીરી પંડિતોના સમર્થનમાં પ્રસ્તાવ પસાર

૩૦ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી પલાયન કરવા મજબુર બનેલા કશ્મીરી પંડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે બ્રિટનની સંસદે એક મહત્વનો નિર્ણય લીધો હતો. બ્રિટનની સંસદમાં કાશ્મીરી પંડિતોના સમર્થનમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બ્રિટનની સત્તારૂઢ પાર્ટીના સાંસદ બૉબ બ્લેકમેને આ પ્રસ્તાવને સદનમાં રજુ કર્યો હતો જેને ડેમોક્રેટિક યૂનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૈનોન અને લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ સમર્થન કર્યું હતું.
હાઉસ ઓફ કોમન્સમાં લાગવવામાં આવેલા ‘અર્લી ડે મોશન’માં ૧૯૮૯-૯૦માં ઈસ્લામિક જેહાદનો શિકાર બનેલા કાશ્મીરી પંડિતોન પરિવારો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવામાં આવી છે. આ ઇડીએમમાં કાશ્મીરી પંડિતોના સામૂહિક પલાયનને ‘નરસંકાર’ની શ્રેણીમાં રાખવાની માંગણી પણ કરવામાં આવી છે અને ભારતીય સરકારને અપીલ કરવામાં આવી છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં નરસંહાર અપરાધ રોકવા માટે થયેલી સમજુતિ પર હસ્તાક્ષરકત્યા હોવાના નાતે તે પોતાનું આંતરરાષ્ટ્રીય દાયિત્વ અદા અક્રે અને નરસંહારને લઈને અગલથી કાયદો બનાવે
સાંસદ બૉબ બ્લેકમેને કહ્યું હતું કે, ત્રીસ વર્ષ પહેલાં પોતાના સેંકડો વર્ષ જૂના ઘરોને છોડવાની ફરજ પડેલી એવા લાખો પંડિતોને પોતાને ન્યાય મળશે એવો ઇંતજાર છે. કશ્મીરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો માટે હું સતત અવાજ ઊઠાવતો રહ્યો છું. એમના અધિકારો માટે મેં આંદોલન પણ કર્યું. નરસંહારને રોકવાને લગતો કાયદો ભારતમાં નથી એટલે પંડિતોને ન્યાય મેળવવામાં વિલંબ થયો. દોષિતોને આજ સુધી સજા મળી નથી. પંડિતો આજે પણ નિરાશ્રિતોની જેમ રઝળે છે. બ્રિટનમાં નરસંહારના અપરાધોની સજા નક્કી કરવાનો એક ચોક્કસ કાયદો છે. ભારત સરકાર પણ પોતાના નાગરિકોને એમનો વાજબી અધિકાર આપવા માટે આવો કાયદો ઘડશે એવી મને આશા છે.
બૉબે વધુમાં કહ્યું કે જેનોસાઇડ કન્વેન્શન ૧૯૪૮ હેઠળ દરેક દેશને પોતાના નાગરિકોના રક્ષણ માટે નરસંહારના અપરાધો રોકવા માટે કડક કાયદો ઘડવાનો અધિકાર છે અને એમ કરવાની દરેક દેશની ફરજ પણ છે. ભારત સરકાર ત્વરિત આવો કાયદો ઘડીને પંડિતોને ન્યાયપૂર્વકનો અધિકાર આપશે એવી મને આશા છે.

Related posts

રશિયાએ ભારતના પ્રવાસીઓ અને વેપારીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની કરી જાહેરાત

aapnugujarat

Suicide car bombing in Afghanistan; 13 died

editor

અમેરિકામાં હિન્દુ મંદિરમાં કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરાતા રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1