Aapnu Gujarat
Uncategorized

દીવ પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

સંઘપ્રદેશ દીવમાં અનલોક બાદ પર્યટકો માટે દીવ બીચ વિસ્તારમાં ફરવાના સ્થળો તેમજ ખાણી – પીણીનાં સ્ટોર ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. સાવચેતીના ભાગરૂપે દીવ પ્રશાસન દ્વારા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દીવ કલેકટર સલોની રાયનાં માર્ગદર્શન હેઠળ અને ટુરીઝમનાં એડીશનલ ડાયરેકટર હરમિન્દર સિંધનાં દિશાનિર્દેશમાં નાગવા બીચ પર ખાણી-પીણીના સ્ટોલ, દુકાનો અને રેસ્ટોરન્ટનું દીવ ટુરીઝમ ઓફિસર પુષ્પેસન સોલંકી અને ટુરીઝમ સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તકેદારીના તમામ સૂચનો કરવામાં આવ્યા હતાં. રાધિકા રિસોર્ટના માલિક રામજીભાઈ પારસમણી દ્વારા પણ સલાહ સૂચન કરવામાં આવ્યા હતાં. ચકાસણી દરમિયાન દરેક વેપારીઓ પાસે સેનીટાઈઝર ઉપલબ્ધ છે કે નહીં, દરેક વેપારીઓએ હાથ મોજા પહેર્યા છે કે નહીં, સ્ટોલ કે દુકાન પર આવનાર પર્યટકોની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે કે નહીં વગેરે વિશે પૂછતાછ કરી હતી અને કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાન માં રાખતા દરેક વ્યક્તિ કોરોનાનાં નિયમનું પાલન કરે છે કે નહીં તે જોવા જણાવાયું હતું. સાથે સાથે વેપારીઓને સ્વચ્છતા રાખવા સૂચનો કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વેપારીઓએ પણ તેમની સમસ્યાઓ જણાવી હતી, તેઓએ તેમના રોજગારમાં આવતી મંદી વિશે જણાવ્યું હતું કે દીવમાં બીચ, દારુની દુકાનો વગેરે ચાલુ કરવામાં આવે તો વધુ પર્યટકો દીવ આવશે અને તેમને રોજગાર મળશે. આ પ્રસંગે દરેક વેપારીઓને માસ્ક અને હાથના મોજાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક)

Related posts

લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન

editor

સાવરકુંડલા વાડી વિસ્તારમાં માથુ કપાયેલી લાશ મળી

aapnugujarat

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિ સમિતિની મળી બેઠક

editor

Leave a Comment

UA-96247877-1