Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના યુવાનોને હવે રાજ્યમાં જ નોકરી અપાશે

ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યના કુશન યુવાનોને રાજ્યમાં જ નોકરી આપવાની યોજના પર કામ કરી રહી છે. રાજ્યના કુશળ લોકોને હવે નોકરી કરવા માટે બેંગલોર, પુણે, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોમાં જવુ પડશે નહી. નવી ઔદ્યોગિક નિતીમાં કેટલીક ખા બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. વિકાસ માત્ર નોઇડા અને એનસીઆર સુધી મર્યાદિત ન રહે તે બાબત પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. બુન્દેલખંડ અને પુર્વાંચલમાં મોટી મોટી કંપનીઓ પહોંચે તે બાબત પર ધ્યાન આપવામાં આવનાર છે. રોકાણકારોને આ જગ્યાએ જવા માટે મદદ કરવામાં આવનાર છે. આ તમામ જગ્યાએ ઉદ્યોગ સ્થાપિત કરી શકાય તે માટે રોકાણકારોની મદદ કરવામાં આવનાર છે. નવી સરકાર એક મહિનાનો ગાળો પૂર્ણ થયા બાદ આ મુજબની વાત કરી રહી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કહ્યુ છે કે સરકારી સ્કુલો, કોલેજાને ટુંક સમયમાં જ નવા રંગ રૂપમાં જાઇ શકાશે.યોગી સરકાર પાસેથી લોકોની અપેક્ષા ખુબ વધારે છે. ઉત્તરપ્રદેશને લોકોની અપેક્ષા મુજબ બદલી દેવા માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે. ઉત્સાહમાં પણ છે. દિનેશ શર્માએ કહ્યુ હતુ કે દરેક પ્રધાન અને ધારાસભ્યના મનમાં રાજ્ય માટે કેટલીક બાબતો કરવાને લઇને રહેલી છે.
તેમણે કહ્યુ હતુ કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથથી લઇને તમામ પ્રધાનો અને ધારાસભયો સતત કામે લાગેલા છે. સરકાર સવારે છ વાગ્યાથી લઇને રાત્રે બે વાગ્યા સુધી કામ કરી રહી છે. અમે આટલા ઓછા સમયમાં ૮૬ લાખ ખડુતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દીધી છે. બટાકા ખરીદી નિતી અને ઘઉંના સમર્થન મુળ્ય મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ચુક્યા છે.

Related posts

ઝારખંડમાં મોડી રાત્રે નકસલીઓએ બોમ્બથી ભાજપનું કાર્યાલય ઉડાવ્યું

aapnugujarat

૬૦ દિવસ બાદ કોરોનાથી બીજીવાર સંક્રમિત થઇ શકો છો

editor

ચૂંટણીપંચે વડાપ્રધાન મોદીને વધુ બે ફરિયાદ મુદ્દે ક્લિનચીટ આપી

aapnugujarat

Leave a Comment

URL