Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુનોમાં બે ભારતીયોને આતંકી જાહેર કરવાની પાકિસ્તાનની માંગ નામંજૂર

પાકિસ્તાનની ભારત વિરોધી એક ખંધી ચાલને યુનોની સલામતી સમિતિના પાંચ સભ્ય દેશોએ નિષ્ફળ બનાવી દીધી હતી. યુનોની મદદથી પાકિસ્તાન કેટલાક ભારતીય નાગરિકોને આતંકવાદી ગણાવી દેવાના પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ સલામતી સમિતિના પાંચ સભ્ય દેશોએ ભારતને પીઠબળ આપીને પાકિસ્તાનની ચાલને નિષ્ફળ બનાવી હતી.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. યુનોની સલામતી સમિતિમાં બે હંગામી અને ત્રણ કાયમી સભ્યો છે. આ સભ્યોએ યુનોની સલામતી સમિતિની ૧૨૬૭ અલ કાયદા સેંક્શન કમિટિ સેક્રેટરિયેટને એવી સૂચના આપી હતી કે ભારતીય નાગરિક અંગારા અપ્પાજી અને ગોવિંદ પટનાઇક દુગ્ગીવલાસાને આતંકવાદી ગણાવવાના પાકિસ્તાનના પ્રસ્તાવને અટકાવી દેવો. આ પાંચે દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય નાગરિકો આતંકવાદી હોય એવો એક પણ સચોટ પુરાવો પાકિસ્તાને આપ્યો નથી માટે આ નામો આતંકવાદી યાદીમાં ઉમેરવા નહીં.
તદ્દન નિર્દોષ ભારતીય નાગરિકોને આતંકવાદી ગણાવી દેવાની પાકિસ્તાનની આ ચાલ પહેલીવારની નથી. અગાઉ પણ પાકિસ્તાને આવો નાપાક પ્રયાસ કર્યો હતો. આ વર્ષના જૂનમાં પણ પાકિસ્તાને ભારતીય નાગરિક વેણુમાધવ ડોંગરા અને અજય મિસ્ત્રીનું નામ આતંકવાદીઓની યાદીમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો જેને અમેરિકાએ અટકાવી દીધો હતો. આ વર્ષે પણ કોઇ ભારતીય નાગરિક આતંકવાદી હોય એવો પુરાવો પાકિસ્તાન રજૂ કરી શક્યું નહોતું.
આ બાબતમાં યુનો ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ ટી એસ તિરુમૂર્તિએ ટ્‌વીટર પર લખ્યું કે યુનોની સલામતી સમિતિની ૧૨૬૭ અલ કાયદા સેંક્શન કમિટિને પોલિટિકલ રંગ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જે દેશોએ ભારતને સાથ આપ્યો એ સૌનો હું જાહેરમાં આભાર માનું છું. પાકિસ્તાન કોઇ ભારતીય નાગરિક વિરોધી એક પણ પુરાવો રજૂ કરી શક્યું નહીં.

Related posts

US to rejoin WHO : President Joe Biden

editor

मिस्र में पुलिस ने 17 आंकवादियों को किया ढेर

aapnugujarat

बुर्किना फासो में हमला, 37 की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1