Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

બાબરી ધ્વંશ કેસ : અડવાણી, જાશી, ઉમા સામે કેસ ચાલશે

સમગ્ર દેશને હચમચી મુકનાર બાબરી મÂસ્જદ ધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. કોર્ટે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી, ઉમા ભારતી સહિત બાકીના આરોપીઓ પર અપરાધિક કાવતરાના કેસને ચલાવવાનો આજે આદેશ આપ્યો હતો. જસ્ટીસ પીસી ઘોષ અને આરએફ નરીમનની બનેલી બેચે આ ચુકાદો આપ્યો હતો. સાથે સાથે બે વર્ષના ગાળામાં સમગ્ર મામલાને પૂર્ણ કરવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યુ હતુ કે આ કેસમાં ચાલી રહેલા બે જુદા જુદા મામલાને ક્લબ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રાયબરેલીમાં ચાલી રહેલા કેસને લખનૌમાં જ ચલાવવા હુકમ કર્યો હતો. આ ચુકાદો એવા સમય પર આવ્યો છે જ્યારે ટુંક સમયમાં જ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાનાર છે. અડવાણી અને જાશી બન્ને રાષ્ટ્રપતિ પદ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા હતા. જ્યાં સુધી કલ્યાણસિંહની વાત છે તેઓ ગવર્નર છે જેથી તેમની સામે કેસ ચાલી શકે નહી. જા કે કલ્યાણસિંહ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતી પર હોદ્દો છોડી દેવા માટે દબાણ આવી શકે છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યાબાદ કોંગ્રેસે ધારણા પ્રમાણે જ ઉમા ભારતી અને કલ્યાણ સિંહને હોદ્દા છોડી દેવાની માંગ કરી હતી. કોર્ટે આજે સવારે પોતાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે તે સીબીઇની અરજીને સ્વીકાર કરે છે. સીબીઆઇ દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે ભાજપ નેતા સહિત અન્ય આરોપીઓની સામે અપરાધિક કાવતરાના કેસને જાડી દેવામાં આવે. કોર્ટે સમગ્ર મામલામાં ચુકાદો દરરોજ કેસની સુનાવણી કરવા અને કેસમાં સમગ્ર પ્રક્રિયાને બે વર્ષમાં પૂર્ણ કરી લેવાની માંગ કરી લેવાનો આદેશ કર્યો છે. વર્ષ ૧૯૯૨માં બાબરી મÂસ્જદને તોડી પાડવાને લઇને બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એક કેસ કેસ નંબર ૧૯૭ કાર સેવકોની સામે હતો જ્યારે બીજા કેસ કેસ નંબર ૧૯૮ હતો જે મંચ પર રહેલા નેતાઓની સામે હતો. સમગ્ર મામલે રાજકીય ગરમી ફરી એકવાર વધી ગઇ છે. ઉમા ભારતી પર દબાણ વધી ગયુ છે. સીબીઆઈ તરફથી દલીલ આપવામાં આવી હતી કે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી સહિત ૧૩ અન્ય ભાજપ નેતા સામે અપરાધિક કાવતરાનો કેસ ચાલે તે જરૂરી છે. ટેકનિકલ આધાર પર તેમની સામે કાવતરાનો કેસ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. લખનૌમાં કારસેવકોની સામે કેસ પેન્ડીંગ છે. જ્યારે રાયબરેલીમાં ભાજપના નેતાઓની સામે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં બે જુદા જુદા મામલાને ક્લબ કરી દેવાનો આદેશ સુપ્રિમ કોર્ટે આપી દીધો છે. રાયબરેલીમાં ચાલી રહેલા કેસને લખનૌ લાવવામાં આવશે. બીજી બાજુ અડવાણી અને જાશી તરફથી રજુ થયેલા વકીલ વેણુગોપાલે સંયુક્ત ટ્રાયલનો વિરોધ કર્યો હતો. સાથે સાથે કેસને ટ્રાન્સફર કરવાની સામે પણ વિરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સંકેત આપ્યા હતા કે રાયબરેલીથી કેસ લખનૌ ટ્રાન્સફર કરવા ઈચ્છુક છે. આના માટે કલમ ૧૪૨નો ઉપયોગ કરવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં દરરોજની સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે રાયબરેલી કેસને પણ લખનૌ લાવવામાં આવે. હાઈકોર્ટે આની સામે ઈનકાર કરીને કહ્યું હતું કે કેસ ટ્રાન્સફર કરી શકાય નહીં કારણ કે નિયમ હેઠળ ૧૯૮ માટે ચીફ જસ્ટીસની મંજુરી લેવામાં આવી નથી. રાયબરેલીમાં ચાલી રહેલા મામલામાં અડવાણી સહિત અન્ય નેતાઓ પર કાવતરાના આરોપને દુર કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦મી મે ૨૦૧૦ના દિવસે પોતાના આદેશમાં ટ્રાયલ કોર્ટના આદેશ યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણયને સીબીઆઈએ ૨૦૧૧માં સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. પડકાર ફેંકવામાં આઠ મહિનાનો સમય લાગ્યો હતો.
કેસમાં પુરાવાની નોંધણી માટે દર તારીખે પ્રોસીક્યુશન સાક્ષીઓને હાજર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ તારીખથી ચાર સપ્તાહની અંદર કાર્યવાહી શરૂ કરવા માટે ટ્રાયલ કોર્ટને કહેવામાં આવ્યું છે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મÂસ્જદ ધ્વંશ કરવામાં આવી હતી.

Related posts

ડેરાને દાન આપનાર અનુયાયીઓની સંપત્તિ જપ્ત કરવા કોર્ટનો આદેશ

aapnugujarat

વિવાદાસ્પદ બિલ હાલ રજૂ નહીં થાય : તબીબી હડતાળ સમેટાઈ

aapnugujarat

મહાગઠબંધન પર શિવરાજ સિંહનો કટાક્ષ કહ્યું- આ વરરાજા વગરનો ઘોડો, ક્યાં સુધી જશે તે નક્કી નહીં

aapnugujarat

Leave a Comment

URL