બોલિવુડના લોકપ્રિય સ્ટાર રિતિક રોશનને લઇને તમામ સારા નિર્માતા નિર્દેશકો ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. હવે આ યાદીમાં કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક રેમો ડિસોઝાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. રેમો પોતાની યોજના જાહેર કરી ચુક્યા છે. રેમો સુપરસ્ટાર અભિનેતા રિતિક રોશન સાથે એક પિરિયડ ડ્રામા ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. ટુંક સમયમાં જ ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. રિતિક રોશન છેલ્લે પિતા રાકેશ રોશનની ફિલ્મમાં નજરે પડ્યો હતો. રેમો ડિસોઝાએ કહ્યુ ંછે કે તેઓ રિતિક રોશન સાથે છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. આ ફિલ્મને લઇને તેઓ તૈયારી શરૂ કરી ચુક્યા છે. એક મુલાકાતમાં રેમો ડિસુઝાએ કહ્યુ ંછે કે રિતિક રોશનને ધ્યાનમાં લઇને તેઓ એક એક્શન ફિલ્મની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. રેમોએ કહ્યુ છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોઇ ભારતીય અભિનેત્રી રહેશે નહી બલ્કે આ ફિલ્મમાં હોલિવુડની કોઇ લોકપ્રિય અભિનેત્રીને સામેલ કરવામાં આવશે. રેમોએ કહ્યું છે કે તેમના દિમાગમાં રિતિક રોશન પહેલાથી જ છે. રિતિકથી તેઓ હમેંશા પ્રભાવિત રહ્યા છે. તેઓ માધુરી દિક્ષિત સાથે પણ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. માધુરીને લઇને તેઓ આગળ વધવા માંગે છે. જા કોઇ ફિલ્મ તેઓ કોઇ અભિનેત્રી સાથે કરવા માંગે છે તો તે માધુરી દિક્ષિત રહેશે. તેમના દિમાંગમાં કેટલાક વિચાર ચાલી રહ્યા છે પરંતુ આ વિચાર કઇ રીતે આકાર લે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. રિતિકની છેલ્લે કાબિલ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. તેકેટલીક નવી જાહેરાતોમાં પણ ચમકી રહ્યો છે. રિતિકની લોકપ્રિયતા અકબંધ રહી છે.
પાછલી પોસ્ટ