Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં ૫૦ હજારની ઉઠાંતરી

લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડુત ખોડાભાઈ પટેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ૫૦ હજાર રૂપિયા લોન ભરવા આવ્યાં હતાં ત્યારે બે મહિલાઓ તેમનો થેલો કાપી ૫૦ હજાર રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ જવા પામી હતી. આ મહિલાો સીસીટીવીમાં કેદ થઈ જતાં લીંબડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી ખાતેદારોનાં પૈસાની સિક્યોરિટી શું તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. બેંકમાં આવા તત્વોને પોતાનો બદઈરાદો પૂરો કરવાનો છુોટ દોર મળ્યો હોય એમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્પોરેશન બેંકમાં બે લાખ રૂપિયા જેવી રકમની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા એની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ બીજો બનાવ બનતાં બેંકે સિકયુરિટી રાખવી ફરજિયાત કરવી જોઈએ એવું લોકો ઇચ્છી રહ્યા છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજી પૂજન, સ્તુતી પાઠ યોજાશે

aapnugujarat

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

aapnugujarat

રાજકોટ એમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

editor

Leave a Comment

UA-96247877-1