Aapnu Gujarat
શિક્ષણ

જેઈઈ-નીટ પર સરકાર નહીં માને તો આ ભૂલ હશે : સ્વામી

જેઈઈ અને નીટ પરીક્ષાને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે જો કે સતત પરીક્ષાઓને રદ કરવાની માગ ઉઠી રહી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, જો સરકાર જેઈઈ અને નીટને લઈને પોતાનો નિર્ણય બદલતી નથી તો ૧૯૭૬માં કરવામાં આવેલી નસબંધી જેવી ભૂલ હશે જેના પરિણામ ૧૯૭૭માં ઈન્દિરા ગાંધી સરકારને ભોગવવા પડ્યા હતા.
સ્વામીએ જણાવ્યું કે, ભારતીય મતદાતા ચૂપચાપ વધુ સહન કરી લેશે પરંતુ આ બધુ લાંબા સમય સુધી યાદ રાખશે. સુબ્રમણ્યમ સ્વામીએ અગાઉ પણ જેઈઈ-નીટ ૨૦૨૦ મામલે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો અને જેઈઈ-નીટ ૨૦૨૦ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામી સિવાય અન્ય કેટલાક વિપક્ષના નેતા પણ સરકારને જેઈઈ-નીટ ૨૦૨૦ની પરીક્ષાઓને મોકૂફ કરવાની માગ કરી છે. રવિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ મામલે સરકારને માગણી કરી હતી કે વિદ્યાર્થીઓની ચિંતાઓ પર વિચાર કરે.

Related posts

હવે તમારૂ બાળક ૧૨ સુધી મફતમાં ભણી શકશે ! મોદી સરકાર બાળકો પર મહેરબાન

aapnugujarat

ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન બદલ સેપ્ટમાંથી પાસ થયેલા ૮ યુવાનોને એવોર્ડ

aapnugujarat

ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1