Aapnu Gujarat
Uncategorized

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ૮ ઇંચ સુધીના વરસાદથી લોકોમાં ચિંતા

અમરેલીના વડીયામાં ૨ ઈંચ જ્યારે ધારી પંથકમાં પણ વરસાદ પડતાં નદીઓમાં પૂર આવ્યું હતું. ભાદરવા મહિનાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં ૮ ઇંચ, સુરતમાં ૭ ઇંચ અને નવસારીના જલાલપોરમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ ૪ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરના જંગલ અને તાલાલા પંથકમાં ૩ ઇંચ જ્યારે હાલાર પંથકમાં પણ ૩ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
મહેસાણા શહેરમાં શુક્રવારે સવારે ત્રણ કલાકમાં પડેલા સાંબેલાધાર ૪ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાતું હતું. અનેક સોસાયટીઓ અને નીચાણના મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા હતા. ગીર જંગલમાં ૩ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકી જતાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. સુરતમાં ઉધનામાં ૨ કલાકમાં ૪ ઈંચ સાથે કુલ ૭ ઈંચ વરસાદ પડતાં શહેરમાં ફરી જળબંબાકાર સર્જાયો હતો.
નવસારી અને જલાલાપોર પંથકમાં ૫થી ૬ ઈંચ વરસાદથી કોટનમિલ રોડ, જેલ નજીકનો સત્યસાંઈ રોડ, કાશીવાડી, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, કબીલપોર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અબડાસા તાલુકાના ભીમપર-બાલાચોડ રોડ પાસે ટ્રેક્ટર તણાતાં તેમાં સવાર ૩ લોકોને બચાવ્યા હતા. કપરાડાના નાનીપલસાણ ગામે વ્યક્તિનું નિધન થતા પુલના અભાવે લાશને ટ્યુબના સહારે દમણ ગંગા નદી તરીને સામે પાર લઇ જઇ દવુળ ફળીયાના સ્મશાન ભૂમિમાં દફન કર્યા હતા.

Related posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા કલેકટરને રાફેલ મુદ્દે આવેદનપત્ર

aapnugujarat

વાપીમાં જૈન યુવતી લવ જેહાદનો શિકાર બની

editor

રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1