બોલિવુડમાં લોકપ્રિય અભિનેતા તરીકે રહેલા જ્હોન અબ્રાહમની એક્શન ફિલ્મ માટે હમેંશા પ્રશંસા કરવામા આવે છે. પરંતુ વિકી ડોનર અને મદ્રાસ કાફે જેવી જારદાર ફિલ્મના કારણે એક સફળ નિર્માતા તરીકે પણ તેની નોંધ લેવામા ંઆવી ચુકી છે. તેની નિર્માતા તરીકેની બીજી ઇનિગ્સની ચારે બાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ જ્હોન ફરી એકવાર નિર્માતા તરીકેની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. પોતાના નિર્માણ હેઠળની ફિલ્મમાં હમેંશા સામાજિક મુદ્દા ઉઠાવીને ચાહકોની જાને ભારે પ્રશંસા મેળવી છે. હવે તેની આગામી ફિલ્મ માટે પણ વિષય જારદાર રાખવામાં આવ્યો છે. જ્હોન હવે વર્ષ ૧૯૯૮માં ભારત દ્વારા રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરિક્ષણ પણ ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. ફિલ્મમાં જાન અબ્રાહમ ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર છે. જ્હોનની આ ફિલ્મનુ નિર્દેશન તેરે બિન લાદેન ફેઇમ અભિષેક શર્મા દ્વારા નિર્દેશન કરવામાં આવનાર છે. આ સંબંધમાં વાત કરતા કહ્યુ છે કે તે ફિલ્મના નિર્માણને લઇને ક્યારેય ઉતાવળ કરતો નથી. સૌથી પહેલા ફિલ્મના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેનુ કહેવુ છે કે તે એવી ફિલ્મની પટકથાની શોધમાં રહે છે જે ફિલ્મ ચર્ચા જગાવી શકે. સાથે સાથે તમામ વર્ગના લોકોને પસંદ પડી શકે. દેશના વર્તમાન સામાજિક અને આર્થિક તેમજ રાજકીય મુડને દર્શાવે તેવી ફિલ્મની પટકથાની શોધમાં તે હમેંશા રહે છે. હવે ફિલ્મની પટકથા મળી ગઇ છે. અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામા ંઆવ્યો નથી. અભિનેત્રી અંગે પણ ટુંક સમયમાં નિર્ણય કરવામાં આવનાર છે. નવી ફિલ્મની રૂપરેખા હવે તૈયાર કરવામાં આવી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ