Aapnu Gujarat
બિઝનેસ

SBIના ખાતાધારકો માટે આવ્યા ખુશીના સમાચાર

જો તમારું એસબીઆઇમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. એસબીઆઇએ આ અઠવાડિયે પોતાના નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. જેમાં એટીએમમાંથી પૈસા કાઢવા, જમા કરવા, મિનિમમ બેલેન્સ, એસબીઆઇ ચાર્જને લઈને નિયમ સામેલ છે. આ નિયમો વિશે તમારે ખાસ જાણવા જેવું છે. એસબીઆઈ હવે મિનિમમ બેલેન્સ રાખવાનો ચાર્જ અને એસએમએસ ચાર્જ બચતખાતાના ગ્રાહકો પાસેથી વસૂલશે નહીં. એસબીઆઇએ બચત ખાતાધારકો માટે મંથલી મિનિમમ બેલેન્સના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ કોઈ ચાર્જ લાગશે નહીં. એસબીઆઇના ૪૪ કરોડથી વધુ બચત ખાતાધારકોને આ સુવિધા મળશે. તેનાથી હવે બેન્કના તમામ બચત ખાતાધારકોને ઝીરો બેલેન્સની સુવિધા મળવા લાગશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પહેલા મેટ્રો શહેરોમાં બચત ખાતાધારકોને ન્યૂનતમ રકમ તરીકે ૩૦૦૦ રૂપિયા, નાના શહેરોમાં ૨૦૦૦ રૂપિયા અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦૦૦ રૂપિયા રાખવા પડતા હતાં.એસબીઆઇએ બચત ખાતાધારકોને એસએમએસ ચાર્જમાંથી મુક્તિ આપી છે. એટલે કે બેન્ક બચત ખાતાધારકોને મફતમાં એસએમએસ અલર્ટ આપશે. એસબીઆઇએ એટીએમમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધુ કેશ કાઢવા માટેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. હવે જો તમે એસબીઆઇના એટીએમમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધુ પૈસા કાઢશો તો તમારે ઓટીપીની જરૂર પડશે. બેન્કની આ સુવિધા હેઠળ ખાતાધારકોને રાતે ૮થી લઈને સવારે ૮ વાગ્યા સુધીમાં એસબીઆઇના એટીએમમાંથી કેશ કાઢવા માટે ઓટીપીની જરૂર પડશે.
બેન્કની આ સુવિધા ખાતાધારકોને ફક્ત એસબીઆઇના એટીએમમાં જ મળશે. જો તમે અન્ય કોઈ એટીએમમાંથી પૈસા કાઢવા જશો તો પહેલાની જેમ આરામથી પૈસા ઉપાડી શકશો. તમારે કોઈ ઓટીપીની જરૂર પડશે નહીં. એસબીઆઇએ ૧ જુલાઈથી પોતાના એટીએમમાંથી પૈસા કાઢવામાં ફેરફાર કર્યો છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો ગ્રાહકોને ચાર્જ લાગશે. એસબીઆઇની અધિકૃત વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ એસબીઆઇ મેટ્રો શહેરોમાં પોતાના નિયમિત બચતખાતા ધારકોને એટીએમમાંથી એક મહિનામાં ૮ ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. ત્યારબાદ ગ્રાહકો પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન પર ૧૦ રૂપિયા + જીએસટીથી લઈને ૨૦ રૂપિયા + જીએસટીનો વધારાનો ચાર્જ લેવામાં આવશે.

Related posts

बजट में शेयरों से कमाई पर लॉन्ग टर्म गेंस टैक्स की वापसी

aapnugujarat

સેન્સેક્સ૩૮૮૫૪ની સપાટીએ બંધ

editor

બીજી બેંકોને ૧૧૩૦૦ કરોડ ચુકવવા પીએનબીને આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1