Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્મા ‘ખેલ રત્ન એવોર્ડ’ માટે નોમિનેટ

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. રોહિત શર્માને આ વર્ષે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. નેશનલ સ્પોટ્‌ર્સ એવોર્ડ માટે બનાવેલી સિલેક્શન કમિટીએ હિટમેન રોહિત શર્માના નામને એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. ખેલ રત્ન ભારતનાં કોઈપણ ખેલાડીને આપવામાં આવતું સર્વોચ્ય ખેલ સન્માન છે. રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે તો તે ભારતનો ચોથો ક્રિકેટર બની જશે.
આ પહેલાં સચિન તેંડુલકર (૧૯૯૭-૯૮), એમએસ ધોની(૨૦૦૭) અને વિરાટ કોહલી (૨૦૧૮) આ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર માટે ૧૨ સભ્યોની સિલેક્શન કમિટીએ સોમવારે દ્વોણાચાર્ય અને ધ્યાનચંદ પુરસ્કારના નામો માટે પણ ભલામણ કરી હતી. જ્યારે મંગળવારે સમિતિએ રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારનાં નામો પણ જાહેર કરી દીધા હતા. ભારતીય ટીમના સીમિત ઓવરોનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા છેલ્લા અનેક વર્ષોથી ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એક ક્રિકેટર તરીકે જ નહીં પણ એક કેપ્ટન તરીકે પણ રોહિતે પોતાને સાબિત કરી દેખાડ્યો છે. અને આ જ કારણ છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે બનાવેલી કમિટી, કે જેમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સામેલ છે, તેણે રોહિત શર્માને ખેલ રત્ન આપવા માટેની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રોહિતે ગત વર્ષે રમાયેલ રમાયેલ વર્લ્ડ કપમાં દમદાર પ્રદર્શન કર્યું હતું.

Related posts

वसीम बने किंग्स xi पंजाब के बल्लेबाजी कोच

aapnugujarat

T20 क्रिकेट में ड्वेन ब्रावो ने रचा इतिहास, 500 विकेट लेने वाले दुनिया के पहले गेंदबाज बने

editor

મોહાલીમાં રોહિતે બેવડી સદી ફટકારી : ત્રીજી વન-ડે નિર્ણાયક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1