શશાંક ખૈતાનની બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મને મોટી સફળતા મળ્યા બાદ આરામના મુડમાં રહેલી અભિનેત્રી આલિયા ભટ્ટ હવે છ મહિના સુધી કોઇ ફિલ્મમાં કામ કરનાર નથી. તે સંપૂર્ણ આરામના મુડમાં છે. રજા માણી રહી છે. લંડન બાદ તે હવે દુબઇમાં રોકાનાર છે. તાજેતરના સમયમાં એક પછી એક પ્રોજેક્ટના કારણે તે કામમાં સતત વ્યસ્ત રહી હતી.છેલ્લે વરૂણ ધવનની સાથે તેની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મની પટકથાને તમામ લોકોએ પસંદ કરી હતી. બદ્રીનાથ બાદ તે હવે આરામ કરશે. છ મહિના સુધી કોઇ ફિલ્મમાં કામ કરશે નહી. છ મહિના બાદ તે અયાન મુખર્જીની ફિલ્મ ડ્રેગનમાં કામ કરનાર છે. સુપરહિરોની ફિલ્મ ડ્રેગનમાં તે રણબીર કપુર સાથે નજરે પડનાર છે. ગયા મહિનામાં લંડનમાં થોડોક સમય ગાળ્યા બાદ આલિયા ભટ્ટ હવે દુબંઇ પહોંચી ગઇ છે. આલિયા ભટ્ટની નજીકના સુત્રોએ કહ્યુ છે કે દુબઇમાં આયોજિત થનાર એવોર્ડ કાર્યક્રમમાં તે ભાગ લેનાર છે. મુંબઇ પરત ફર્યા બાદ તે ફિલ્મ શુટિંગમાં ફરી વ્યસ્ત થઇ જશે. ડ્રેગન માટે અયાન સ્પેશિયલ ઇફેક્ટ પર હાલમાં કામ કરી રહ્યા છે. ૨૪ વર્ષીય આલિયા ભટ્ટ ઝોયા અખ્તરની નવી ફિલ્મ ગુલ્લી બોયમાં પણ કામ કરનાર છે. જેમાં તેની સાથે રણવીર સિંહ રહેશે. તે રેપર તરીકે કામ કરનાર છે. આલિયા ભટ્ટ હાલમાં કેટલાક પ્રોજેક્ટ ધરાવે છે. તેની પાસે નવી નવી ઓફર આવી રહી છે. કરણ જાહરની સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે આલિયા ભટ્ટ ફિલ્મી કેરિયર શરૂ કર્યા બાદ સતત લોકપ્રિય થઇ હતી. તેની એક્ટિંગ કુશળતાની હાલમાં સતત સારી નોંધ લેવામાં આવી રહી છે. આલિયા ભટ્ટ આશાવાદી બનેલી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ