Aapnu Gujarat
ગુજરાત

જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને ૧ હજારનો દંડ કરવામાં આવશે : રાજ્ય સરકાર

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા જેમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવાની હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી જેને લઇને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં કાલથી અમલ કરવામાં આવશે.
રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે ૧૧ ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને ૧ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.૨૪ જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. લોકો અજ્ઞાનતાને લીધે માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરી રહ્યા છે. માસ્ક નહીં પહેરનાર પાસેથી ૧ હજારનો દંડ વસૂલવા હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી. લોકોની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. લોકહિતમાં કડક નિર્ણયો લેવા જોઇએ. માસ્કએ કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી છે. તેના વગર લોકો ફરે તેને ચલાવી લેવાય નહીં. દરેક વ્યકિત માસ્ક પહેરીને જ બહાર નીકળે તે જોવાની જવાબદારી સરકારની હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું.કોરોના મહામારીને નાથવા અંગે દરેક રાજ્યો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે તે પૈકી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા અંગે દરેક રાજ્યોએ લાગુ કરેલ દંડની જોગવાઈમાં ભારે અંતર જોવા મળે છે. ઝારખંડ જેવા ટચૂકડા અને પછાત ગણાતાં રાજ્યે રૂ. ૧ લાખના દંડની અતિશય આકરી જોગવાઈ લાગુ કરી છે તો કેટલાંક રાજ્યોમાં ફક્ત ૨૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે, તો પશ્ચિમ બંગાળમાં રૂ. ૫૦ દંડ પેટે વસૂલવામાં આવે છે.

Related posts

પોલીસ સમન્વય ન્યૂઝ પેપર તથા સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માસ્કનું તથા હેન્ડગ્લબસ નું વિતરણ

aapnugujarat

रामोल -हाथीजण वोर्ड के कॉर्पोरेटर अतुल पटेल द्वारा अपने बजट में से गड्डे को भरा गया

aapnugujarat

પદ્માવત રિલીઝના સુપ્રીમના ચુકાદાથી નારાજગી : બાવળા-બગોદરા હાઇવે પર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1