Aapnu Gujarat
ગુજરાત

મહીસાગર જીલ્લામાં મહિલા ખેડૂતોને કૃષિ કિટનું વિતરણ

મહીસાગર જિલ્લામાં મલિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આત્મા પ્રોજેકટની કચેરી (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી( આત્મા) દ્વારા મહિલા કૃષિ દિવસ અંતર્ગત નિદર્શન કીટનું વિતરણ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સંતરામપુર તાલુકાના ગોધર ગામે કરવામાં આવ્યું હતું અને સજીવ ખેતી તરફ વળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગોધર ગામે આવેલા મણીભાઇ પટેલના ફાર્મ ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામા આવી હતી જે અંતર્ગત કૃષિમાં મહિલાઓનું યોગદાન તેમજ પશુપાલન અને ખેતીમાં મહિલાઓ ફાળા વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વર્ષ -૨૦૧૯-૨૦ આત્મા યોજના અંતર્ગત બેસ્ટ આત્મા એવોર્ડના વિજેતા મહિલા ખેડુતોને જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સરગવાના ઝાડનું વાવતેર કરવા તમામ મહિલા ખેડૂતોને અનુરોધ કરાયો હતો અને સરગવાની મેડીશનલ ફાયદાઓ વિશે માહિતી આપી હતી. તમામ ખેડૂતોને સરગવાના છોડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રોજેકટ ડાયરેકટરઅબ્દુલ્લા પઠાણ દ્વારા દ્વારા વર્મીકંપોસ્ટમાં ખાતર કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ખેડુતોને માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વર્મીકમ્પોસ્ટ સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું.
જીલ્લા વિકાસ અધિકારીએ ખેડુતોને સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા તેમજ મહિલા સ્વાસ્થ્યના વિવિધ પાસાઓ બાબતે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. કોરોના મહામારીજને જોતા માસ્કનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

गुजरात चुनाव : नो-ड्युज शपथ पत्र अनिवार्य होगा

aapnugujarat

ભૂતપૂર્વ સભ્યને ડિપ્લોમેટ સાઇઝના આઈકાર્ડ મળશે : રમણલાલ વોરા

aapnugujarat

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1