Aapnu Gujarat
ગુજરાત

ઑગસ્ટમાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે વડોદરાની મુલાકાતે છે. અહીં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ૪ વર્ષ પૂરા કરવા બદલ આપ્યા અભિનંદન આપ્યા છે. તો સાથે જ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. જેથી સરકારે ધાર્મિક તહેવારો અને પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ઑગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોને ન ઉજવવા તેઓએ અપીલ કરી છે. તો સાથે જ ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે.તો શ્રેય હોસ્પિટલની કરુણાંતિકાને લઈને પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં ૮ લોકો મૃત્યુ પામ્યા હતા. મુખ્યમંત્રીએ તપાસ કમિટી બનાવી છે. આગની ઘટના કેમ બની તે માટે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. કોઈ પણ કસૂરવારને નહિ છોડાય. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા સ્થળ તપાસ ચાલુ છે.

Related posts

યાત્રાધામ અંબાજીમાં હવે ત્રણ વખત આરતી કરાશે

aapnugujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સાણંદ ખાતે રાજ્યકક્ષાના મહિલા આરોગ્ય દિનની ઉજવણી

aapnugujarat

वाघेला इफेक्ट : गुजरात कांग्रेस में राजकीय भूकंप : बलवंतसिंह राजपूत और तेजश्रीबहन और पीआई पटेल के कांग्रेस से इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1