Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની હૉસ્પિટલમાં આગ મુદ્દે CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ

અમદાવાદમાં ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા 8 દર્દીઓના મોત નીપજ્યાં છે. નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં ચોથેમાળે આવેલા ICUમાં આગ લાગતા દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે.

આ ઘટનામાં CM વિજય રૂપાણીએ 3 દિવસમાં તપાસ કરીને તાત્કાલિક અહેવાલ આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરાઇ છે. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.

આ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની રાહબરી હેઠળ ૯૦૦ જેટલા કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું..

editor

आरटीओ के लाइसेंस घोटाले में महिला क्लर्क की जमानत

aapnugujarat

ગાંધીનગરમાં સિરિયલ કિલરની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1