Aapnu Gujarat
ગુજરાત

એએમટીએસની આવકમાં થયો તોતિંગ ઘટાડો

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને રક્ષાબંધનની યોજનામા મોટા પાયે આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ યોજના પણ ફેઇલ ગઇ છે.
દર વર્ષે એવરેજ ૫૦ હજાર મુસાફરો યોજનાનો લાભ લેતા હોય છે. જ્યારે આ વર્ષે તે સંખ્યા ૭ હજાર ૧૫૩ રહી છે. મુસાફરોની સંખ્યા ઘટતા આવક પણ ઘટી છે.
વર્ષ ૨૦૧૮મા ૧૬.૯૨ લાખ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯મા ૧૬.૮૫ લાખ અને ચાલુ વર્ષે ૨.૯૦ લાખ રૂપિયાની આવક થઇ છે. એમટીએસ દ્વારા ત્રણ વર્ષથી રક્ષાબંધનના દિવસે રક્ષાબંધન સ્કીમ આપવામાં આવે છે.
બહેનો અને બાળકોને ભાડામાં વિશેષ રાહત આપવામા આવે છે. બહેનોએ ૨૦ રૂપિયાની ટીકીટને બદલે ૧૦ રૂપિયા ચુકવવાના હોય છે. જ્યારે બાળકો ૧૦ રૂપિયાની ટીકીટને બદલે ૫ રૂપિયા ચુકવાના હોય છે. મુસાફરો આ ટીકીટમાં આખો દિવસ મુસાફરી કરી શકે છે. એટલેકે અડધા ભાડામા મુસાફરી થાય છે. આ પ્રકારના ભાડામા રાહતને કારણે ગત બે વર્ષમા મોટાપાયે મુસાફરોએ લાભ લીધો હતો.
વર્ષ ૨૦૧૮મા ૪૯ હજાર ૪૮૨ મુસાફરો જ્યારે ૨૦૧૯મા ૫૦ હજાર ૧૪૧ જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી.

Related posts

હોટેલ – રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરની ૯ વાગ્યા સુધીની છૂટ

editor

મહેફિલ માણતાં પીએસઆઈ ઝડપાયાં

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને ‘આપણું ગુજરાત સાપ્તાહિક’નાં સહતંત્રી ભાવેશ વર્માએ નડાબેટ બોર્ડરની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1