Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીનની અવળચંડાઇ : પૈંગોગમાં વધારાની બોટ અને સૈનિકો ગોઠવ્યા

દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ ચીન પોતાની પૂરી તાકાતનો ખોટો ઉપયોગ કરતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી એલએસી પર તણાવનો માહોલ છે. જેને શાંત કરવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ દરેક પ્રયત્નો કરવા છતા ચીન તેની ચાલાકીને વળગી રહ્યુ છે. તાજેતરમાં સામે આવી રહેલા સમાચાર મુજબ એલએસી પર બીજી ચીની ચાલ જાહેર થઈ છે.
ડિસએંગેજમેન્ટ પછી પણ, ચીન પૈંગોંગ લેકમાં પોતાની જમાવટ વધારી રહ્યું છે. ૧૪ જુલાઈએ વાતચીત બાદ, ચીને પૈંગોંગમાં વધારાની બોટ અને સૈનિકો ગોઠવી દીધા છે. વિવાદિત વિસ્તારમાં ચીન પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. પૈનગોંગ લેકમાં ચીને નવા કેમ્પ બનાવવાની શરૂઆત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેમ્પમાં સૈન્યની વધારાની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. આ સાથે, પૈંગોંગ લેકમાં વધુ બોટ ઉતારવામાં આવી રહી છે. સેટેલાઇટમાં ચીનની નવી ચાલાકી પકડાઇ છે. સેટેલાઇટની તસવીરમાં જોવા મળી રહ્યું છે કે ચીન પૈંગોંગ લેકમાં પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે.
જ્યારે ૨૯ જુલાઇની સેટેલાઇટ તસવીરોને જોયા બાદ જાણવા મળ્યું કે ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નેવી ફિંગર-૫ અને ફિંગર-૬ માં પડાવ લગાવેલ છે. ફિંગર-૫ પર પીએલએની ત્રણ બોટ અને ફિંગર-૬ પર પીએલએની ૧૦ બોટ દેખાઇ. દરેક બોટમાં ૧૦ જવાન છે. તેનો અર્થ એ કે ૧૩૦ જવાન ફિંગર-૪ ની ખૂબ નજીક સ્થિત છે. વળી ૧૫ જૂનનાં સેટેલાઇટની છબીમાં, પીએલએની ૮ બોટો ફિંગર-૬ માં દેખાઈ હતી, જે હવે વધીને ૧૦ થઈ ગઈ છે. સેટેલાઇટ તસવીરમાં જ, પીએલએનો નૌકાદળનો આધાર ફિંગર-૫ માં દેખાય છે, જેમા ૪૦ કેમ્પ દેખાઇ રહ્યા છે. ૨૯ જુલાઈની સેટેલાઇટ તસવીર બતાવે છે કે ચીની આર્મીએ તેની તાકાતમાં વધારો કર્યો છે.

Related posts

नक्सलवाद के ‘क्रांति कनेक्शन’ पर शाह का कांग्रेस पर हल्लाबोल

aapnugujarat

દેશમાં દુષ્કર્મના કેસમાં ૬૧ ટકાનો વધારો

aapnugujarat

आम आदमी को मिलेगी राहत, इनकम टैक्स स्लैब में होगा बड़ा बदलाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1