Aapnu Gujarat
બિઝનેસ

પ.બંગાળે છ શહેરોથી જતી ફ્લાઇટ્‌સ પર ૧૫ ઑગસ્ટ સુધી પ્રતિબંધ મૂક્યો

પશ્ચિમ બંગાળમાં કોરોનાવાયરસના કેસોમાં ઝડપી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, કોરોનાના ૬ હોટસ્પોટ શહેરોમાંથી કોલકાતા જવા માટેની ફ્લાઇટ્‌સ પર ૧૫ ઓગસ્ટ સુધી પ્રતિબંધ વધારવામાં આવ્યો છે. એરપોર્ટ સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથકે ટ્‌વીટ કર્યું છે કે કોલકાતા એરપોર્ટ પર દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્ને, નાગપુર અને અમદાવાદ આમ છ શહેરોથી ફ્લાઇટ્‌સના આગમન પર ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ સુધી પ્રતિબંધ વધારવામાં આવ્યો છે.
અગાઉ એરપોર્ટે જણાવ્યું હતું કે આ શહેરોમાંથી કોઈ પેસેન્જર વિમાન ૩૧ જુલાઈ સુધી કોલકાતા પહોંચશે નહીં. જોકે પશ્ચિમ બંગાળે વધુ ૧૫ દિવસનો કોલકાત આવતી ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ વધારી દીધો છે. જેથી હવે દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્ને, નાગપુર અને અમદાવાદમાંથી એક પણ પેસેન્જર વિમાન કોલકાતા માટે ઉડાણ નહીં ભરી શકે. હકીકતમાં મહારાષ્ટ્રના કોરોના કેસોએ ઉદ્ધવ ઠાકરે સરકારને પણ આંચકો આપ્યો છે.

Related posts

શાકભાજી સપ્ટેમ્બરમાં થશે સસ્તી

editor

ઈ-ઓકશન મારફત અત્યારસુધી 18 લાખ ટન ઘઉંનું વેચાણ પાર પડાયું

aapnugujarat

नए साल से पहले लग सकती पुराने माल की सेल : जीएसटी लागू होने से हो़ड़ वाला नजारा दिख सकता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1