Aapnu Gujarat
મનોરંજન

એવી ફિલ્મો જે રેડી થઈ પણ રિલિઝ ના થઈ !!

એક રિપોર્ટ મુજબ બોલીવુડમાં દર વર્ષે ૬૦૦થી પણ વધારે ફિલ્મોનું નિર્માણ થાય છે જેમાંથી અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે તો અમુક ફિલ્મો ક્યારે આવે અને ક્યારે જતી રહે તેની લોકોને ખબર પણ હોતી નથી. આજે એવી ચાર ફિલ્મો વિશે વાત કરીશું કે જે રેડી તો થઈ પણ રિલિઝ થઈ શકી નથી.
ધ પેટેન્ડ હાઉસ
આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રિલિઝ થવાની હતી પણ તેની કહાનીના લીધે ફિલ્મ ક્યારેય રિલિઝ થઈ શકી નહીં. ફિલ્મમાં એક વૃદ્ધ અને જુવાન છોકરીની વાર્તા હતી જેને સેન્સર બોર્ડે પાસ કરી નહીં.
ઉર્ફ પ્રોફેસર

આ ફિલ્મ વર્ષ ૨૦૦૧માં રિલિઝ માટે તૈયાર હતી પણ અશ્લીલ ડાયલોગ અને વધારે પડતા બોલ્ડ સીનના કારણે સેન્સર બોર્ડે પાસ કરી નહીં અને ક્યારેય રિલિઝ થઈ નહીં. ફિલ્મમાં શરમન જોશી, મનોજ પાવહા અને યશપાલ શર્મા જેવા કલાકારોની ફોજ હતી.
અનફ્રીડમ

આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં બની હતી અને ફિલ્મમાં આદીલ હુસૈન અને વિક્ટર બેનર્જીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ સમલૈગિંક સંબંધો અને બોલ્ડ સીન પર આધારિત હતી જેના કારણે સેન્સર બોર્ડે રિલિઝ માટે સંમતિ આપી નહતી. ફિલ્મનું દિગ્દર્શન અમિત કુમારે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંતે ફિલ્મને થોડા સમય પહેલાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવી હતી.
પાંચ


ફિલ્મમાં હિંસા, ડ્રગ્સ અને રોલ કલ્ચર વધુ હોવાના કારણે સેન્સર બોર્ડે આ ફિલ્મ ઉપર જ જાણે કાતર ના ફેરવી નાંખી હોય એમ ફિલ્મને રિલિઝ ન થવા દીધી. ફિલ્મના મોટાભાગના સીન કાપી નાંખવામાં આવ્યા હતાં. આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ફિલ્મને યુ ટ્યુબ પરથી ડાઉનલોડ કરીને લોકો ખૂબ જોઈ રહ્યાં છે.

Related posts

અથિયા શેટ્ટી મુબારકા ફિલ્મને લઇને વ્યસ્ત

aapnugujarat

लॉकडाउन ने मुझे धैर्य रखना सिखाया : शरद केलकर

editor

ગોલ્ડ ફિલ્મને લઇને મૌની રોય ભારે આશાવાદી બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1