Aapnu Gujarat
બ્લોગ

ગાંધીજીનું જીવન ચરિત્ર

        અહિંસા અને સત્ય રાજનીતિના આધાર હોવા જોઈએ. સત્ય થી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું, સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મુકે ત્યાં સુધી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવ સિધ્ધ વાત છે. ગાંધીજી વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમસદ ગાંધી રાજ્યના દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમસદ ગાંધીની બદલી થતાં એમનું કુટુંબ રાજકોટ આવ્યું. એટલે રાજકોટમાં શિક્ષણ પૂરું કર્યું અને તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે એમની ઉમર બાર વર્ષની હતી. 

         વિશ્વ વિભૂતિ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવા ભાવિ સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, એક વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. વિદ્યાર્થી અવસ્થામાં આ સંત મોહન ગાંધી એ ‘શ્રવણ પિતૃ ભક્ત નાટક’ નામનું પુસ્તક વાંચ્યું અને એની અસર એમના પર ખૂબ પડી, એજ અરસામાં હરિશ્ચંદ્ર નાટક જોવા મળ્યું અને હરિશ્ચંદ્ર ની સત્યતાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને એમણે સત્યનો આશરો લીધો. ગાંધીજીને કસરત ઓછી ગમતી હતી પરંતુ ચાલવાનું એમને ખૂબ જ ગમતું હતું. તેથી તેમનું શરીર સારી રીતે સ્વસ્થ હતું. ઇ. સ. ૧૮૮૭ માં ગાંધીજીએ મેટ્રીક પરીક્ષા પાસ કરી અને ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ અહીં એમને ફાવ્યું નહીં, ત્યાર બાદ ગાંધીજી વિલાયત બેરિસ્ટરનું ભણવા માટે ગયા, અહીં એમને ઘણી તકલીફ પડવા લાગી, અંગ્રેજીમાં બરાબર બોલતા એમને આવડતું નહોતું, જમવાની પણ મોટી સમસ્યા હતી. માંસાહાર નહીં કરું એવી પ્રતિગના લીધેલ હતી. શાકાહારી ભોજનની મુશ્કેલી. છેવટે અંતમાં એક ફેરીંગન્દન સ્ટ્રીટમાં શાકાહારી રેસ્ટોરંટ જોયું અને ઘણા દિવસો પછી પેટ ભરીને જમવા મળ્યું 

          વિલાયત માંથી ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત આવ્યા. તેઓને વિલાયત મોકલવા માટે જેમણે મદદ કરી હતી એવા મોટાભાઈ અને બાને મળવા માટે આતુર હતા. પણ બા તો અવસાન પામ્યા હતા. અહીં એમને ન ફાવ્યું એટલે તેઓ પાછા દક્ષિણ આફ્રિકા ગયા. એમણે જોયું કે હિન્દુઓનું અહીં ઝાઝું માન ન હતું. અહીં કોર્ટમાં હિંદીઓને પોતાની પાઘડી ઉતારવી પડે એટલે એવી પ્રથા ચાલતી હતી. ગાંધીજીને આ વાત અપમાનજનક લાગી. મેજિસ્ટ્રેટે ગાંધીજીને પાઘડી ઉતારવાનું કહ્યું પણ એમણે ના ઉતારી અને પોતે કોર્ટ છોડીને ચાલ્યા ગયા. પછી તો ગાંધીજીએ હિન્દીઓના હક્ક માટે લડત ચલાવી અને તેઓ દક્ષિણ આફ્રિકામાં જાહેર પ્રવૃતિમાં જોડાયા. અહીં દક્ષિણ આફ્રિકામાં ત્રણેક વર્ષ રહી તેઓ ભારત પરત આવ્યા. મુંબઈ આવીને ગાંધીજી રાન્ડેને મળ્યા અને સર ફિરોજશાહ મેહતાને પણ મળ્યા. પછી તો મુંબઈમાં ગાંધીજીએ આફ્રીકાની સ્થિતિ વિશે જાહેર ભાષણ આપ્યું. 

         ઇ. સ. ૧૯૦૬ ની સાલમાં ગાંધીજીએ બ્રહ્મચાર્ય પાળવાનું વ્રત લીધું અને આ વ્રત એમને છેક સુધી પાળ્યું. તેઓ સાદાઈથી જીવવા લાગ્યા. સ્વાવલંબન અને સાદાઈથી ગુણો કેળવ્યા. ઇ.સ. ૧૯૦૧ માં કોલકાતામાં મહાસભાની બેઠક મળી. આ બેઠકમાં હાજરી આપવા માટે ગાંધીજી કોલકાતા ગયા. પછી તેમણે આવી બેરિસ્ટરનો ધંધો શરૂ કર્યો. ત્યારબાદ ગાંધીજીના હાથમાં એક પુસ્તક આવ્યું. “અન ટુ ધિસ લાસ્ટ” આ પુસ્તક એમણે વાંચ્યું. ગાંધીજી ઉપરઆ પુસ્તકની ઊંડી અસર થઈ. આ પુસ્તકમાં સર્વોદયના સિદ્ધાંતો આપવામાં આપવામાં આવ્યા હતાં. એટલે આ પુસ્તક એમને ખૂબ ગમી ગયું અને એનો એમણે અનુવાદ પણ કર્યો. પછી ગાંધીજી અમદાવાદ આવ્યા અને તે પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો. તે દરમિયાન અમદાવાદમાં મીલ કામદારોનો પ્રશ્ન ગાંધીજી એ ઉકેલ્યો. અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહ નું કામ હાથ ધર્યું. 

           ગાંધીજીએ રેંટિયાનો પ્રયોગ ચાલુ કર્યો અને ખાદીનો જન્મ થયો. ગાંધીજીએ ખાદીના કપડા પહેરવા માંડયા અને સત્યાગ્રહની લડત જાહેર કરી. જનતા હવે જાગૃત થઈ ગઈ હતી. સવિનય ભંગની લડત ચાલતી હતી ત્યાં બારડોલી સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો અને ગાંધીજીની સલાહ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સફળતા પૂર્વક એમાં કામ કર્યું. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ ના રોજ મધરાતે રાવી નદીના કિનારે સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત કરવાનો મહાસભા એ ઠરાવ કર્યો. અને ગાંધીજીએ ‘હિન્દ છોડો’ ની હાકલ કરી. ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. પૂનાના આગાખાન મહેલમાં તેમણે કેદી તરીકે રાખવામાં આવ્યા. ૧૯૪૪ માં અહીં કસ્તુરબાનું મ્રુત્યુ થયું એટલે કસ્તુરબાની સેવા વગર ગાંધીજીની તબિયત લથડી. સરકારે થાકીને પ્રજાના આગેવાનો ને ચર્ચા કરવા બોલાવ્યા. એમાં મઅહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની માંગણી કરી હતી. આથી ભારતના ભાગલા પાડવામાં આવ્યા. અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને સ્વતંત્રતા મળી. ભારતના ભાગલા પડ્યા એટલે કોમવાદનો પ્રશ્ન ઉગ્ર બન્યો હતો. પ્રજા ઉપર અમાનુષી અત્યાચાર થવા માંડયા. નિર્દોષ પ્રજા પર વેર લેવાવા માંડ્યું. ભારતમાં આંતર વિગ્રહ થયો. અને પ્રજા છિન્ન ભિન્ન થઈ જાય એ અંગ્રેજની ઇચ્છા હતી એમાં ગાંધીજીનો ભોગ લેવાયો. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સંધ્યા કાળ ના સમય દરમિયાન ગાંધીજી રોજના સમયે સમૂહ-પ્રાથના કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે માણસોના ટોળા વચ્ચે નથૂરામ ગૉડસે નામના એક વ્યક્તિએ હાથમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો. ગાંધીજીને નમન કરવાનો ઢોંગ એણે કર્યો અને ઢોંગ કરતા કરતા એણે ગાંધીજી પર ગોળી ચલાવી. ગાંધીજીને ગોળી વાગી, વાગતા ની સાથે જ ‘હે રામ’ કરતા કરતા જ બાપુ ધરતી પર ઢળી પડ્યા. બાપુજીનો જીવન દિપ બુઝાઈ ગયો. 

સંકલન : યશસ્વી માનવ રત્ન :યસવંત કડિકર 

ડૉ ગુલાબચંદ પટેલ 

અધ્યક્ષ 

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા, ગાંધીનગર, ગુજરાત 

Related posts

એર પોલ્યુશન : ભારત નહીં ચીનને પણ કનડતી સમસ્યા

aapnugujarat

जयाजी, आईये देश की बेटीयां बचाये, शूरूआत फिल्मों से करे….!

aapnugujarat

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1