Aapnu Gujarat
ગુજરાત

છાણી કુમાર અને કન્યા શાળા ખાતે ખેલ રાજ્ય મંત્રીએ નવો પ્રવેશ મેળવનારા ભૂલકાઓને આવકારવાની સાથે ઔદ્યોગિક એકમના CSR હેઠળ કન્ટેનર ક્લાસ રૂમ્સની સુવિધાનુ કર્યુ લોકાર્પણ

ખેલ રાજ્ય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી પ્રાથમિક શાળાઓમાં નવીન પહેલ રૂપ સોલર રૂફ ટોપ સિસ્ટમ સુસજ્જ કન્ટેનર ક્લાસ રૂમ્સની સુવિધાનુ, શાળામાં નવો પ્રવેશ મેળવનારા ભૂલકાઓને આવકારવાની સાથે લોકાર્પણ કર્યુ હતુ. કન્ટેનર ક્લાસ રૂમ્સ જેવા નવારંભો પરંપરાગત ક્લાસ રૂમ્સની વ્યાખ્યા બદલી નાખશે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આવા નવીનીકરણોથી શાળાઓમાં વિદ્યાર્થીઓની અભિરૂચી વધશે અને શિક્ષણ સાથેનુ અનુસંધાને મજબૂત થશે. તેમણે છાણીની સરકારી પ્રાથમિક શાળાને આ સુવિધા આપીને વર્ગખંડોની અછત નિવારવા માટે દાતા લીન્ડે એન્જીનીયરીંગ ઇન્ડિયા ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક એકમ લીન્ડે ધ્વારા CSR હેઠળ આ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. ખેલ રાજ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે આ પહેલ મોડેલ રૂપ બનશે અને સોલર રૂફ ટોપ ધ્વારા સૌર ઉર્જાની સુવિધાને લીધે બિહાર, ઓરીસ્સા જેવા વીજળીની અછતને કારણે શિક્ષણમાં રૂકાવટ આવે છે એવા રાજ્યો માટે આ મોડેલ અપનાવવુ લાભપ્રદ થઇ રહેશે. તેનાથી વીજ અને વીજ ખર્ચમાં બચતનો લાભ મળશે.

ખેલ રાજ્ય મંત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી રણજીતસિંહ રાઠોડ, શ્રી સતીષભાઇ પટેલ તેમજ નગર સેવકોએ છાણી કુમાર અને કન્યા શાળા ખાતે આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને દફતર તેમજ શૈક્ષણિક કીટસનુ વિતરણ કર્યુ હતુ. આ પ્રસંગે સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પોષક આહારનુ વિતરણ કરાયુ હતુ.

દાતા ઔદ્યોગિક એકમ લીન્ડેના એમ.ડી. શ્રી મેથ્યાસ બર્શે(MATTHIAS BERTSCH) જણાવ્યુ હતું કે કંપનીના એકમને સંલગ્ન વિસ્તારમાં સમાજ માટે યોગદાન આપવાની CSR નીતિ હેઠળ આ પહેલ કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમના વાઇસ પ્રેસીડેન્ટ(એચ.આર.)શ્રી શશીકાંત પતંગે જણાવ્યુ હતું કે આ શાળાને વર્ગ ખંડોની જરૂર હતી જે ઝડપથી પૂરી કરવા કન્ટેનર રૂમ્સનો વિકલ્પ અપનાવ્યો છે. આ કન્ટેનર હિટ પ્રુફ છે અને હવા ઉજાસની પૂરતી વ્યવસ્થા ધરાવે છે. પરંપરાગત બાંધકામ સરળ અને વપરાશ સુવિધાજનક છે. કન્ટેનર ક્લાસ રૂમ્સ આપવાનો CSR હેઠળ અમારો પ્રથમ અનુભવ છે. તેના આધારે ભવિષ્યમાં સુધારા-વધારા કરીશુ. શાળા આચાર્ય દીપક બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે આ સુવિધાથી સરકારી શાળાનુ આકર્ષણ અને સગવડ વધશે. ખેલ રાજ્ય મંત્રીએ CSR હેઠળ લીન્ડે એન્જીનીયરીંગ ઇન્ડિયા ટ્રસ્ટ રાજ્યમાં રમતગમતની સુવિધાઓના અદ્યતનીકરણમાં મદદરૂપ બને એવો ખાસ અનુરોધ કર્યો હતો.

Related posts

કડી તાલુકાનાં સાદરા ગામમાં ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

વી.એસ. હોસ્પિટલનું ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

વરાછાના પ્રૌઢને હનીટ્રેપની બાટલીમાં ઉતારી લાખો ખંખેર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1