Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં આવતીકાલે થંભી જશે, રીક્ષાચાલકોની હડતાળ

દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને કારણે જાહેર કરેલા લોકડાઉનના પગલે ધંધા રોજગાર પર ભારે અસર પડી છે. જેના લીધે રાજ્યમાં આત્મહત્યા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થયો છે. નાના રોજગાર ધંધા મોટી અસર પડતા સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે.

અમદાવાદના રીક્ષાચાલકોએ વિવિધ માંગ સાથે આવતીકાલે સ્વંયભૂ પાળી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત 10 જેટલા રીક્ષા યુનિયનો આ હડતાલને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 8 થી 10 લાખ રીક્ષાઓ છે. ઉલ્લેખનીય છે કે આર્થિક તંગીના કરણે 3 જેટલા રીક્ષા ચાલકોએ આત્મહત્યા કરી છે. આ અંગે રીક્ષાચાલક સ્વાભિમાન અધિકાર આંદોલનના અગ્રણીએ જણાવ્યું હતુ કે, મંગળવારે અમદાવાદ શહેરના 2 લાખ 20 હજાર ઓટો રીક્ષાચાલકો પોતાની માંગણીઓને લઈને એક દિવસની હડતાલ પર ઉતરશે. રાજય સરકાર એક મહિનાના 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15 હજાર રૂપિયા આર્થિક સહાય કરે તેવી માંગણી છે.

રીક્ષાચાલકોને સરળ નિયમોને આધિન લોન મળી રહે તથા એક સત્રની તેમના બાળકોની ફી માફ કરવામાં આવે તથા વીજબીલમાં રાહત અપાય તેવી તમામ માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લગભગ ૧ર યુનિયનોના આગેવાનો મળ્યા હતા. 7 જુલાઈના રોજ એક દીવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં કોઇ નિર્ણય લેવાયો ન હોવાથી ઓટો રીક્ષા યુનિયનના આગેવાનોએ 7 જુલાઈના રોજ એક દિવસીય ઓટો રીક્ષાની હડતાલનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ઓટો રીક્ષા ચાલકોની માંગણીનો સ્વીકાર નહી થાય તો વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.

10મી જુલાઈના રોજ જી.એમ.ડી.સી ખાતે સભાના આયોજનની વિચારણા ચાલી રહી છે. તેવી જ રીતે જરૂર પડે સમગ્ર ગુજરાતમાં ઓટો રીક્ષાની હડતાલ અને જેલભરોના કાર્યક્રમોની રૂપરેખા આગામી દિવસોમાં ઘડી કાઢવામાં આવશે.

Related posts

વડાપ્રધાન ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

aapnugujarat

अल्पेश-धवलसिंह की स्थिति नहीं घर के, न घाट के जैसी

aapnugujarat

અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1