Aapnu Gujarat
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સને મળ્યો નવો રોકાણકાર,રૂ.1894 કરોડનું રોકાણ કરશે ઇન્ટેલ કેપિટલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિઓ પ્લેટફોર્મ્સમાં સતત કંપનીઓ નું રોકાણ વધી રહ્યું છે. કંપનીએ આજે ​​જાહેરાત કરી હતી કે ઇન્ટેલ કેપિટલ જિઓ પ્લેટફોર્મ્સ પર 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સાથે, ઇન્ટેલ કેપિટલ જિઓ પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવશે. ઇન્ટેલ શ્રેષ્ઠ કમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું છે. અત્યાર સુધીમાં 11 કંપનીઓએ જિઓ પ્લેટફોર્મમાં રોકાણ કર્યું છે અને જિઓ પ્લેટફોર્મમાં રોકાણ કરનારી ઇન્ટેલ કેપિટલ 12 મી કંપની છે. તેના રોકાણ સાથે કંપનીનું કુલ રોકાણ 1,17,588.45 કરોડ રૂપિયા થશે. જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ 22 એપ્રિલના રોજ ફેસબુક દ્વારા શરૂ થયું હતું, ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા અને સિલ્વર લેક દ્વારા વધારાના રોકાણો કરવામાં આવ્યા હતા. બાદમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ), ટીપીજી, અલ કેટરટન અને પીઆઈએફ દ્વારા આ રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ટેલ કેપિટલ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5 જી જેવા ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરે છે, જેમાં જિયો જેવી કંપનીઓ પણ કાર્યરત છે. ઇન્ટેલ કેપિટલ એ ઇન્ટેલ કોર્પોરેશનની રોકાણ શાખા છે. ઇન્ટેલ ભારતમાં બે દાયકાથી કાર્યરત છે અને આજે હજારો કર્મચારીઓ બેંગ્લોર અને હૈદરાબાદમાં અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓ સાથે કામ કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિશ્વની ટોચના ટેક્નોલોજી કંપની સાથેના અમારા સંબંધો વધુ મજબૂત થવાથી અમે ખૂબ જ ખુશ છીએ. આ ભારતને વિશ્વના અગ્રણી ડિજિટલ સમાજમાં રૂપાંતરિત કરવાની અમારી દ્રષ્ટિને સાકાર કરવામાં આપણને મદદ કરે છે. ઇન્ટેલ એક સાચુ ઉદ્યોગ લીડર છે, વિશ્વને બદલાવવારી તકનીક અને નવીનતાઓ બનાવવા તરફ કામ કરે છે. ઇન્ટેલ કેપિટલ નો વૈશ્વિક સ્તરે અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાં મૂલ્યવાન ભાગીદાર હોવાનો નોંધપાત્ર રેકોર્ડ છે.અમે ઇન્ટેલ સાથે કામ કરવા ઉત્સાહિત છીએ જે અર્થતંત્રના તમામ ક્ષેત્રોne સશકત બનાવશે અને 130કરોડ ભારતીયોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવશે.

ઇન્ટેલ કેપિટલના પ્રમુખ શ્રી વેન્ડેલ બ્રૂક્સે જણાવ્યું હતું કે, “ભારત માં ઓછા મૂલ્યવારી ડિજિટલ સેવાઓ માટે જિઓ પ્લેટફોર્મ તેમની અસરકારક એન્જિનિયરિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરી રહી છે. આ જીવનને સમૃદ્ધ બનાવવાના ઇન્ટેલના લક્ષ્ય સાથે અનુરૂપ છે. અમારું માનવું છે કે ડિજિટલ પહોંચ અને ડેટા વેપાર અને સમાજમાં સુધારો કરી શકે છે. આ રોકાણ દ્વારા અમે ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને અમે તાકાત આપીશું. જિઓ પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની “સંપૂર્ણ માલિકીની પેટાકંપની” છે. તે એક “નેક્સ્ટ જનરેશન” ટેકનોલોજી કંપની છે જે ભારતને ડિજિટલ સમાજ બનવામાં મદદ કરી રહી છે. આ માટે,તે જિઓની મુખ્ય ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતના નંબર 1 હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્લેટફોર્મને એક સાથે લાવવાનું કામ કરી રહી છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ, જે 388 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.જિઓ એક એવું “ડિજિટલ ઇન્ડિયા” બનાવવા માંગે છે જેનો લાભ 130 કરોડ ભારતીયો અને ઉદ્યોગોને થશે. એક “ડિજિટલ ઇન્ડિયા” જે ખાસ કરીને દેશના નાના વેપારીઓ, સૂક્ષ્મ વેપારીઓ અને ખેડૂતોના હાથ મજબૂત કરશે. જિઓએ ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવામાં અને વિશ્વના સૌથી મોટા ડિજિટલ દળોમાં ભારતને અગ્રણી સ્થાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

Related posts

જાન્યુઆરી મહિનામાં FPI દ્વારા જાન્યુઆરીમાં ૨૨૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

टैक्स चोरी के शक में छापों के बाद ठप हुआ डायमंड बिजनस

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1