Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા અટવાઈ પડેલા પરપ્રાંતિયોને તંત્ર દ્વારા શરૂ કરેલા શેલટર હોમ આશીર્વાદરૂપ..

કોરોના કહેર ને લઈ કરાયેલ લોકડાઉન વચ્ચે છોટાઉદેપુર માંથી પસાર થતાં અટવાઈ પડેલા પરપ્રાંતીય લોકો માટે તંત્ર તરફથી છોટાઉદેપુર ખાતે શરૂ કરાયેલ શેલ્ટર હોમ અને તેમાં અપાઈ રહેલી સુવિધા આ લોકો માટે આશીર્વાદ બની છે. કોરોના ને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયા બાદ રોજગાર માટે પરપ્રાંત માં રહેતા હજારો લોકો માદરે વતન પરત જવા ચાલીને નીકળી પડ્યા હતા, કોરોના ને ફેલાતો અટકાવવા સરકાર તરફથી જે જ્યાં છે ત્યાં રહેવાનો આદેશ કરાતા હજારો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઈ પડ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન જઈ રહેલા કેટલાક લોકો છોટાઉદેપુર જિલ્લામાં અટવાયા હતા આવા લોકો માટે સરકાર તરફથી શેલટર હોમ એટલેકે આશ્રય સ્થાન શરૂ કરાયા, છોટાઉદેપુર જિલ્લામાં અટવાયેલા એકસો જેટલા પર પ્રાંતીય લોકો માટે છોટાઉદેપુર નજીક વસેડી ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલ બિલ્ડીંગ માં આશ્રય આપાવાંમાં આવ્યો છે, અહીં રહેતા લોકોને રહેવા જમવાની ઉત્તમ સગવડ સાથે કાંસકો , હેરઓઇલ , નહાવા ધોવાનો સાબુ , ટુવાલ , ટૂથબ્રશ-પેસ્ટ, બાળકોને રમવા માટે રમકડાં, કપડાં સહિત તમામ દૈનિક જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે, અહી સવારે ચા નાસ્તો , બપોરે સ્વાસ્તિક અને પૌષ્ટિક ભોજન , બપોરે ચા અને રાત્રે ભરપેટ ભોજન આપવામાં આવે છે , સાથે તમામ નું દરરોજ
મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવે છે, લોકો ને મનોરંજન મળી રહે અને સમય પસાર થાય તથા દેશ દુનિયાથી વાકેફ રહે તે માટે બે Led Tv સેટ પણ મુકવામાં આવ્યું છે,
શેલટર હોમ ખાતે મહિલા કર્મચારી સહિત દસથી વધુ સરકારી કર્મચારીઓ અહીં સતત લોકોનું ધ્યાન રાખી રહ્યા છે, વિસ્તારની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે, આશ્રય લઈ રહેલા લોકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવામા આવી રહ્યું છે , એમના માટે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ના હેન્ડ વોશ સહિત સેનેટાઈઝર અને માસ્ક ઉપલબ્ધ કરાવાયા છે , જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ પણ અહીં વારંવાર મુલાકાત લઈ નિરીક્ષણ કરતા રહે છે, ઘરે જવા નીકળેલા લોકોને કોરોના લોકડાઉન ને લઈ અચાનક અહીં રોકાવવું પડયું પરંતુ આવા કપરા સમયે છોટાઉદેપુર સરકારી તંત્ર દ્વારા અહીં મળતી સુવિધાઓને લઈ તેઓ અને તેમનો પરિવાર ચિંતા મુક્ત બન્યા છે.

ઇમરાન સિંધી..પાવી જેતપુર

Related posts

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

શ્રાદ્ધ કર્મ કરવાની પિતૃઓની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત થાય છે

aapnugujarat

૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૭મીએ મતદાન થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1