25 C
Ahmedabad
August 13, 2020
Uncategorized

કડી ના ફૂલેત્રા રોડ ઉપર કરાયેલી હત્યા નો ભેદ પોલીસે 48 કલાક માં ઉકેલાયો

Font Size

કડી ના કરણનગર થી ફૂલેત્રા રોડ ઉપર મંગળવાર ના રોજ સાણંદ તાલુકાના ભાવનપુર ગામના પટેલ અનિલભાઈ બેચરભાઈ ઉં.48 ની તેમનીજ ગાડીમાં હત્યા કરી લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી જેની સઘન તપાસ કરી પોલીસે તેના આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધા છે.

આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકાએ કાસળ કાઢી નાખ્યું હતું.પ્રેમિકાએ યોજના બનાવી તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની હત્યા કરી લાશને નર્મદા કેનાલમાં નાખી હત્યાને આત્મહત્યામાં ખપાવવા યુક્તિ અજમાવી હતી પરંતુ પોલીસે માત્ર 48 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આડાસંબંધોમાં ખેલાયો ખૂની ખેલ
સાણંદ તાલુકાના ભાવનપુર ગામના વતની અનિલભાઈ પટેલ પોતાના મિત્ર સાથે કોઈ કામકાજ માટે બહાર નીકળ્યા હતા ત્યારે તેમના મોટાભાઈ પ્રમુખભાઈ બેચરભાઈ પટેલને તેમના સબંધીએ અનિલભાઈ ની લાશ સુજાતપુરા નર્મદા કેનાલમાંથી મળી હોવાની વાત કરતા તેઓ કડી પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા શખ્સો દ્વારા તેમના ભાઈની હત્યા કરવાની ફરિયાદ આપી હતી.હત્યાની ઘટના સામે આવતા મહેસાણા જિલ્લા પોલીસ વડા કડી દોડી આવ્યા હતા અને આરોપીઓને ઝડપી પકડી પાડવા માટે એલ.સી.બી.,એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસ ની વિવિધ પાંચ ટીમો બનાવી સૂચનો કર્યા હતા.કડી પોલીસ ને આરોપીઓની શોધખોળ દરમ્યાન માહિતી મળી હતી કે મૃતક ને ગામની શ્વેતા જગદીશભાઈ પટેલ નામની યુવતી જોડે આડાસંબંધો છે જેથી પોલીસે યુવતીને પોલીસ સ્ટેશન લાવી તેની આકરી પૂછપરછ કરતા તેણીએ ગુન્હો કબુલી લીધો હતો અને તેની સાથે હત્યામાં બીજા ત્રણ સાથીદારોના નામ આપી દીધા હતા.
મૃતક અનિલભાઈ પટેલ ને તેનાથી અડધી ઉંમર ની યુવતી સાથે પ્રેમ સબન્ધ હતો અને તે યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો પરંતુ તેનાથી કંટાળેલી શ્વેતાએ તેની સાથે લગ્ન કરવા ના હોઈ જેથી યુવતીએ તેના પ્રેમી ને મૃતક તેને હેરાન કરતો હોવાનું જણાવી તેની હત્યા કરવાનું આયોજન ઘડી કાઢ્યું હતું.જેમાં શ્વેતાએ તેને મંગળવારના રોજ પીરોજપુર મળવા બોલાવ્યો હતો જ્યાં શ્વેતા અને તેણી બહેનપણી શિવાંગી ભાવનપુર થી રિક્ષા માં પીરોજપુર આવી બંને અનિલ ની ગાડીમાં બેસી તેને ફૂલેત્રા રોડ ઉપર અવાવરુ જગ્યા ઉપર લઈ ગયા હતા.જેની અગાઉથી શ્વેતાએ તેના બીજા પ્રેમી શ્યામલ ગોસ્વામીને જાણ કરેલ હતી જેથી શ્યામલ તેના મિત્ર કિરણ ઠાકોર સાથે બાઈક લઈને અનિલની ગાડીનો પીછો કરી તેમની નજીક પહોંચી ગયા હતા.જ્યાં શ્વેતાએ અનિલ ને વાતોમાં ભોળવી રાખ્યો હતો અને તેનો પ્રેમી શ્યામલ ગોસ્વામી અને તેનો મિત્ર કિરણજી ઠાકોરે તેને માથામાં લોખંડ ની પાઇપ તેમજ ગળાના ભાગે ઘાતક હથિયારો થી તીક્ષ્ણ ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો અને પુરાવાનો નાશ કરવા માટે તેની ગાડીમાંજ તેની લાશને નર્મદા કેનાલ સુધી લાવી લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી દઈ ચારેય ફરાર થયી ગયા હતા.સુજાતપુરા ની નર્મદા કેનાલમાંથી નીકળેલી લાશને પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી લાશનું પી.એમ.કરાવતા રિપોર્ટમાં હત્યા નું કારણ લાગતા પોલોસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.
પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા સાધનો કબજે કરી શ્વેતા જગદીશભાઈ પટેલ રહે.ભાવનપુર તા:સાણંદ તેનો કથિત પ્રેમી શ્યામલ રમણિકભાઈ ગોસ્વામી રહે.વડાવી તા:કડી તેંનો મિત્ર કિરણજી દશરથજી ઠાકોર રહે.વડાવી તા:કડી તથા શિવાંગી ભરતભાઇ પટેલ ની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા.

   આમ સમગ્ર ઘટનામાં મૃતકની પ્રેમિકા શ્વેતાએ તેના આધેડ પ્રેમીનો કાંટો કાઢવા માટે તેના બીજા પ્રેમી શ્યામલ ગોસ્વામી સાથે મળીને અનિલ પટેલની હત્યા કરી નાખી હતી અને હત્યાને  આત્મહત્યામાં ખપાવવા અનિલની લાશને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી પરંતુ પી.એમ.રીપોર્ટમાં અનિલ ની હત્યાનું ખુલતા પોલીસે સઘન તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા હતા.

Related posts

સુશાંત-જેકલીનની ડ્રાઈવ ફિલ્મનું શુટીંગ શરૂ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1