Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર તાલુકાના એસ.એસ.સી.બોર્ડનાં ત્રણે કેન્દ્રો ઉપર ૩૭૮૦ જેટલા વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા પૂર્ણ

પાવીજેતપુર તાલુકાના જેતપુર, ભેંસાવહી, ભીખાપુરા ત્રણેય એસ.એસ.સી. બોર્ડ ના કેન્દ્રો ઉપર ૧૨૬ બ્લોક માં ૩૭૮૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા પૂર્ણ કરતા બાળકોએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં ભેંસાવહી કેન્દ્ર રાજ્યકક્ષા સુધી પંકાયેલું હોય તેથી સંવેદનશીલ માં હોવાના કારણે આ કેન્દ્ર ઉપર ઓબ્ઝર્વર તરીકે પાવીજેતપુર મામલતદારને મૂકવામાં આવ્યા હતા .જે અંગે ભેંસાવહી હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડી.સી. કોલી ના જણાવ્યા મુજબ મામલતદાર સાહેબ ના સાનિધ્યમાં સૌપ્રથમ ગેટ ઉપર આવતા બાળકોને વ્યવસ્થીત રીતે ચકાસી ગેરરીતિ નું કોઈ પણ સાહિત્ય પરીક્ષાખંડમાં ન જાય તેની તકેદારી રાખવામાં આવતી હતી .તેમજ સવારે ૧૦ વાગ્યાથી ભેંસાવહી કેન્દ્ર ઉપર આવી જતા મામલતદાર શ્રી થોડી થોડી વારે કેન્દ્ર ઉપર સુપરવિઝન કરતા તેઓએ કેન્દ્રમાં ચાલતી પરીક્ષા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ભેંસાવહી કેન્દ્ર ઉપર ગાંધીનગરથી વિજિલન્સ સ્ક્વોર્ડમાં આવેલા અધિકારીઓએ પણ શાંતિપૂર્ણ ચાલતી પરીક્ષાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી કેન્દ્રમાં ૨૭ બ્લોકમાં ૮૧૦ જેટલા વિદ્યાર્થીઓએ, ભીખાપુરા કેન્દ્ર ઉપર ૩૮ બ્લોકમાં ૧૧૪૦ જેટલા વિદ્યાર્થીઓએ અને પાવીજેતપુર કેન્દ્રમાં ૬૧ બ્લોકોમાં ૧૮૩૦ જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ પાવીજેતપુર તાલુકામાં ત્રણ કેન્દ્રો પર ૧૨૬ બ્લોક માં ૩૭૮૦ જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી કેન્દ્ર બહાર નીકળતા ખુશખુશાલ નજરે પડતા હતા ગણિત પેપર સિવાયના બધા પેપરો સરળ હોય તેમ બાળકોએ જણાવતા હતા તેમજ આજે એસ.એસ.સી. બોર્ડનું છેલ્લું પેપર આપીને નીકળતા બાળકો ખુશખુશાલ નજરે પડતા હતા.
પાવીજેતપુર તાલુકાના એસ.એસ.સી બોર્ડના પાવીજેતપુર કેન્દ્ર ઉપરથી છેલ્લું પેપર આપી ખુશ ખુશાલ મુદ્રામાં બહાર નીકળતાં વિદ્યાર્થીઓ નજરે પડે છે.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

વેરાવળમાં ૧૧ જુને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે : કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે

aapnugujarat

બોટાદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

editor

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ પ્રતિજ્ઞા લઈ કટિબદ્ધ થયા

editor

Leave a Comment

UA-96247877-1