Aapnu Gujarat
ગુજરાત

કડી તાલુકાના વિડજ ગામમાં વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’યોજાઇ

વિડજ ગામની પાવન ધરાપર ગોગા મહારાજના ધામે નાનશાભા મુખી પરિવાર પ્રેરિત માનવ કલ્યાણ હેતુ વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’ યોજાઇ. સર્વ શાસ્ત્રો,પુરાણો તથા ધર્મ અને કર્મના દર્શન કરાવતા ધાર્મિક દ્‌ષ્ટાંતોના આધારે સનાતન ધર્મની કલ્યાણકારી પ્રથમ ‘‘માનવ કથા’’ના વક્તા માનવ કથાકાર ખોડાભાઈ પટેલ “ધર્મેશ”જેઓએ દીકરીઓની વંદના, જન્મ ઉજવણી,લગ્ન સંસ્કાર વિધિ,માતા પિતાની વંદના, માનવ અવતારોનું મહત્વ, ભગવાનના અવતારોનું મહત્વ, જીવદયા, પરોપકાર, પર્યાવરણનું મહત્વ,દેહ મૃત્યુ સનાતન સત્ય,ભજન-સત્સંગ, કર્મ,સનાતન ધર્મ,યોગ-ધ્યાન,સંગીત સાધના,સેવા-સદાવ્રત,સત્યનિષ્ઠા તથા વફાદારીનું મહત્વ વગેરે વિષયોપર પાત્રોની ભજવણી સાથે” માનવ કથા”નું રસપાન કરાવ્યું હતું.
ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપા કાસવા,પૂજ્ય અયોધ્યાદાસજી તથા પૂજ્ય રાઘવદાસજી સાયલા,પૂજ્ય કાલિદાસજી દેકાવાડા,પૂજ્ય ધનશ્યામદાસજી,પૂજ્ય ખોજીજીબાપુ,રાજયોગિની સંગીતાદીદી, પૂજ્ય રામચન્દ્રગિરિબાપુ, પૂજ્ય રમણભાઈ, પૂજ્ય હિરબા દશામાધામ કડી, પૂજ્ય પ્રકાશશાસ્ત્રીજી, પૂજ્ય દિનેશભાઈ,ધારાસભ્ય કરશનભાઇ કડી,તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન કડી,નગરપાલિકા પ્રમુખ શારદાબેન કડી,ધાર્મિક તથા સામાજિક સંગઠનો, શિક્ષણ ના વડાઓ,ભજન સત્સંગ મંડળ,શાળાના બાળકો તથા વિડજગામ અને આસપાસના વિસ્તારના સર્વ ભક્તોએ ઉપસ્થિત રહી તન,મન અને ધનથી કથાને શોભાવી હતી.પૂજ્ય દેવ મોરારિબાપુ, શ્રી ગોગાનવલજીની જગ્યા સાંચોર, ઉર્વશીબેન,શ્રી પૂનમબેન,શ્રી અમરતભાઈ,ડો.ધર્મેન્દ્રભાઈ,શ્રી જીતુભાઇ નાયક,શ્રી મહેશભાઈ,શ્રી કનુભાઈ,પૂજ્ય હેતલબેન,પૂજ્ય ડો.લંકેશબાપુ, પૂજ્ય અમૃતાનંદમાતાજી, શ્રી વિષ્ણુભાઈ ભગત,શ્રી દીનેશભાઈ,શ્રી ભુપેન્દ્રભાઈ,શ્રી બબલુભાઈ ખમાર,શ્રી કેશુભાઈ,શ્રી માણેકલાલ,શ્રી વાલાભાઈ ગજર,શ્રી દીપકભાઈ ભટ્ટ,શ્રી શેલેશભાઈ,શ્રી સંદીપભાઈ, શ્રી મયંકભાઈ,જય ભગવાન, શ્રી સરદારભાઈ,શ્રી વિનોદભાઈ,શ્રી કરશભાઈ પટેલ,શ્રી મણીભાઈ,શ્રી હસુભાઈ, શ્રી અસ્વીનભાઈ તથા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાગવત કથા,દૈવી ભાગવત કથા, રામાયણકથા, શિવકથા વગેરે કથાઓ તથા ધાર્મિકશાસ્ત્રોનો નિચોડ અને સમાજમાં ઉદ્દભવતી સમસ્યા તથા તેનું નિરાકરણ કરવાની સુખદ ચાવીઓ દ્વારા અંતરનાતાળા ખોલવા માટેની અમૂલ્ય પ્રથમ “માનવ કથા”ની શરૂઆત કરવા બદલ રાજપૂત સેવા સમિતિ વિડજ,ખોડલ ફિલ્મ્સ કડી(હર્ષદભાઈ,ભૂપતભાઈ),શાહીલ કન્ટ્રક્શન કડી(હસુભાઈ ઓડ,પ્રવિણ ભાઈ ઓડ)વગેરે દ્વારા કથાના વક્તા શ્રી ખોડાભાઈ પટેલ, પોથીના યજમાન શ્રી વિસભાઈ પટેલ,કથાના આયોજક ભુવાજી શ્રી અમરતબાપાનું ભવ્ય અભિવાદન કર્યું હતું.
કથામાં પૂજ્ય ભુવાજી શ્રી અમરતબાપાના ધર્મપત્ની સ્વ.લીલાબેનની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ ભજન રાખવામાં અવ્યાહતા. પોથીજીનું યજમાનપદ શ્રી વિસાભાઈ પટેલ તથા કથાનું મુખ્ય આયોજન શ્રી ગોગામહારાજ ધામ વિડજના પૂજ્ય ભુવાજીશ્રી અમરતબાપાએ શોભાવી તન,મન,ધનથી ઉપસ્થિત સર્વનું સેવા અભિવાદન કર્યું હતું.છેલ્લા દિવસે સર્વને ભોજન પ્રસાદ જમાડી આનંદ ઉલ્લાસ સાથે વાજતે ગાજતે કથાની પૂર્ણાહુતિ પોથીજીના યજમાન શ્રી રજનીકભાઈ પટેલના ધરે પૂજન કરાવી આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે રાજપૂત સેવા સમિતિ તથા સમગ્ર વિડજગામના અઢારે વરણના લોકોએ નાત જાતના ભેદભાવ ભૂલી સુંદર સહિયોગ આપ્યો હતો.શ્રી એમ.એન.પટેલ પ્રા. શાળાના સ્ટાફમિત્રો અને સંગીત વૃંદના સર્વ સભ્યોએ સુંદર સહયોગ આપ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

નર્મદા જિલ્લામાં ૬૧૮ BLO ના માધ્યમથી જિલ્લાના તમામ મતદારોને ઘેરઘેર વોટર્સ સ્લીપ તેમજ કુટુંબદીઠ મતદાર માર્ગદર્શિકા સંપૂટના વિતરણનો કરાયેલો પ્રારંભ

aapnugujarat

આગામી બે-ત્રણ દિવસમાં ગરમીનો પારો વધીને ૪૪ ડિગ્રીને આંબી જશે

aapnugujarat

હાલોલમાં ૫૦૦ – ૧૦૦૦ની જુની નોટો સાથે શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1