Aapnu Gujarat
ગુજરાત

ભારતીય કિસાન સેના (સેક્યુલર) અને લાયન સેના દ્વારા બોડેલીથી ગાંધીનગર ખેડૂત અધિકાર યાત્રાનાં આગેવાનોની ધરપકડ કરાઈ

ચાલુ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોની તમામ ખેતી નિષ્ફળ ગઈ હોય અને ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ નું નિર્માણ થયેલ છે જેને લઈ ગુજરાત સરકાર રાજ્યને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને તમામ ખેડૂતોના દરેક પ્રકારના દેવા માફ કરવામાં આવે , પાક વીમા ના નામ પર જે ખેડૂતો સાથે જ મજાક કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ થાય અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે , જેમ ઇન્ડસ્ટ્રીઝને ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે અને તેમાં વીજબિલમાં પણ સહાય આપવામાં આવે છે તેમ ખેડૂતોને ખેતી માટે ૨૪ કલાક વીજળી આપવામાં આવે અને ખેડૂતોના ઘરોમાં ૨૦૦ યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવે ,બોડેલી પાસેના લઢોદ ખાતે આવેલ સરદાર સુગર ફેક્ટરીમાં જે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે તેમની સાથે તાત્કાલિક ન્યાય અને તેમણે તેમના નાણાં પરત મળે સાથે સાથે ફરીથી ફેક્ટરી કાર્યરત થાય, ખેડૂતો અને પશુપાલકોની સંખ્યા પ્રમાણે ગુજરાત સરકાર તેઓને સીધી સબસિડી આપે, ખેડુતોને ખેતરો સુધી જવા માટે પાકા રસ્તાની સુવિધા કરવામાં આવે, બનાવટી બિયારણ વેચાણકારો, બિન પ્રમાણિત બિયારણોનું વેચાણ કરતા દુકાનદારો અને ખાતર સંગ્રહ કરીને ખેડૂતો પાસેથી હમણાં પૈસા વસૂલવા નીતિ કરતા કાળાબજારિયાઓ પર કાયદેસરના પગલાં લેવામાં આવે કૃષિ ઉદ્યોગમાં ઉત્પાદન તથા કૃષિ વપરાશના સાધનોમાં જીએસટી / સીએસટી કે અન્ય સરકારી વેરામાંથી મુક્ત કરવામાં આવે અને ટ્રેક્ટર પાણીના મશીનો તથા અન્ય કૃષિ વપરાતા સાધનો માં વપરાતા પેટ્રોલ-ડીઝલ ને બજાર કરતા ખેડૂતોને નક્કી કરાયેલ કોટામાં ૫૦ ટકા રાહત આપવામાં આવે સરકારી સ્કુલ કોલેજ કે કોઈપણ પ્રકારના અભ્યાસ માટે ખેડૂતોના બાળકોને ૫૦ ટકા ફી માફી કરવામાં આવે બજાર સમિતિમાં અનાજ લીલા શાકભાજી ફળ ફૂલ કે અન્ય ઔષધિય વનસ્પતિ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવે, બજાર સમિતિ અને વચેટીયાઓ દ્વારા કપાતા ભાવને સરકાર દ્વારા ઉપર ની રકમ ચૂકવવામાં આવે, સરકારી પડતર જમીનો ને જમીનવિહોણા ઉત્સાહી ખેડૂતોને ખેતી કરવા માટે આપવામાં આવે અને નર્મદાની હાફેશ્વર યોજનામાંથી નસવાડી,કવાટ, જેતપુરપાવી ,છોટાઉદેપુર ,બોડેલી,સંખેડા તથા અન્ય જિલ્લાના પણ ખેડૂતોના હિતમાં આવતા વિસ્તારોમાં કેનાલનું એક મોટું ફાંટીયુ આપવામાં આવે તેવી ખેડૂતો ના ઉત્થાનલક્ષી વિવિધ માગણીઓ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા આજે ભારતીય કિસાન સેના સેક્યુલર અને લાયન સેનાના સંયુક્ત ઉપક્રમે બોડેલીના જિંદાલ કોમ્પલેક્ષથી ગાંધીનગર સુધીની એક વિશાળ પદયાત્રાનું આયોજન ભારતીય કિસાન સેના સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ શહીદ ભાઈ મન્સૂરી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું .
સમગ્ર ગુજરાતનાં ખેડૂતોનાં ઉપરોક્ત હિતોની માગણીઓની રજૂઆત કરવા ભારતીય કિસાન સેનાના નેજા હેઠળ બોડેલી થી ગાંધીનગર જવા માટે નીકળેલી પદયાત્રા ને બોડેલી પોલીસે રોકી રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ સહિતનાં હોદ્દેદારોને ડીટેન કરી બોડેલી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા ત્યારે ખેડૂતોનાં હિતો માટે લડત આપી રહેલા ભારતીય કિસાન સેના સેક્યુલરનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શહીદભાઈ મન્સૂરી સહિત હોદ્દેદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. અને ખેડૂતોને ન્યાય ન મળે તો અમે આવતા દિવસોમાં વિધાનસભાનો પણ ઘેરાવો કરશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

બોટાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

editor

અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

aapnugujarat

દિવાળી પહેલાં પોલીસતંત્રમાં થઈ શકે છે ફેરફારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1