Aapnu Gujarat
ગુજરાત

લુણાજામાં હેન્ડપંપો રિપેર કરવામાં સરકારી અધિકારીઓ દ્વારા અપાતી લોલીપોપ

છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકાનાં લુણાજા ગામમાં પાણી પુરવઠા વિભાગે બનાવેલા પાણીનાં હેન્ડ પંપ બગડી જવાના કારણે રિપેરિંગ માટે ઓનલાઈન ૧૯૧૬ નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી પરંતુ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સ્થળ પર આવ્યા વગર જ હેન્ડ પંપ રિપેરિંગ થઈ ગયેલ છે તેવા રિપોર્ટ કરી દેતા હોય છે અને ગામમાં બગડેલા હેન્ડ પંપો બગડેલી પરિસ્થિતિમાં હોય છે જેના કારણે ગામનાં લોકોને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે.
લુણાજા ગામનાં ઓનલાઈન ફરિયાદ નોંધાવનાર ગુલાબ રાઠવાના જણાવ્યા પ્રમાણે તેઓ પાણી પીવા માટેનો હેન્ડ પંપ રિપેરિં કરવા માટે ઓનલાઈન વારંવાર ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પણ હેન્ડ પંપ રિપેરિંગ થયા વગર જ ફરીયાદીનું નિવારણ કરેલ છે અને ૧૯૧૬ નંબર ઉપર ફરી વાત કરતાં હેન્ડ પંપ રિપેર થઈ ગયેલ છે તેવું ઓનલાઇન ફરિયાદી ઓફિસમાં બેઠેલા કર્મચારીઓ જણાવતા હોય છે અને ત્યાંની આમ જનતાને હજી પાણી માટે વલખાં મારવા પડતા હોય છે હજુ ઉનાળો પગરવ જ માંડી રહ્યો છે અને પીવાના પાણીનાં વલખા શરૂ થઈ ગયા છે તો આ પરિસ્થિતિ ઉપરથી જણાય આવે છે કે આવા સરકારી અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરતા હશે એ તો વિજિલન્સ તપાસ બાદ જ જાણવા મળે અને ગામ લોકો રાહ જોઈ ને બેઠા છે કે આ હેન્ડ પંપ રિપેર કરવા ક્યારે આવશે અધિકારીઓ કે માત્ર ચોપડા ઉપર જ રિપેર બતાવી દેશે ?.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

मेट्रो रेल प्रॉजेक्ट से जगह-जगह ट्राफिकजाम की समस्या बढ़ गई

aapnugujarat

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૧૬ અનાથ-નિરાધાર બાળકોને નાણાકીય સહાય

editor

પાટીદારોને અનામત આપવા માંગ : મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ વિચારણા કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1