Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મહિલાના શરીરમાંથી યૂરિનના સ્થાને દારૂ નીકળે છે..!

અમેરિકાની ૬૧ વર્ષની એક મહિલાના શરીરમાં દારૂ એટલે કે આલ્કોહોલ બની રહ્યો છે. શરીરમાં એની જાતે આલ્કોહોલ બનતો હોય તેવો આ દુનિયાનો પહેલો કિસ્સો છે. વિશેષજ્ઞોના માનવા પ્રમાએ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે કે જેને વિજ્ઞાનની ભાષામાં યૂરિનરી ઓટો બ્રેવરી સિન્ડ્રોમ કહેવાય છે. આવા મામલામાં બ્લેડરમાં આલ્કોહોલ બનતું હોય છે. આ મામલો પિટ્‌સબર્ગ યૂનિવર્સિટીની હોસ્પિટલમાંથી પ્રકાશમાં આવ્યો છે.
આ મહિલા લિવર સિરોસિસ અને ડાયાબિટીઝ જેવી બિમારીઓ સામે ઝઝૂમી રહી છે. તેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું પરંતુ તેમને ડોનર નહીં મળવાના કારણે ટ્રાન્સપ્લાન્ટ થઈ ન શક્યું. મહિલાને આલ્કોહોલ એબ્યૂઝ ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવી છે.
યૂનિવર્સિટી ઓફ પિટ્‌સબર્ગ મેડિકલ સેન્ટરમાં મહિલાની તપાસ કરવામાં આવી હતી જેમાં તમામ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે ડોક્ટર્સને એવી શંકા ગઈ કે મહિલા દારૂનું સેવન કરતી હશે પરંતુ તેણે આ વાત છુપાવી રાખી હશે. પરંતુ બ્લડ ટેસ્ટ કરતા તેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ જરા પણ નથી.
મહિલાના યૂરિનમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધારે નિકળ્યું હતું કે જેને હાઈપરગ્લાઈકોસૂરિયા કહેવાય છે. ડાયાબિટીઝના દર્દી હોવાના કારણે તેના યૂરિનમાં શુગરનું પ્રમાણ વધારે મળ્યું હતું. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મહિલાના બ્લેડરમાં મોટી માત્રામાં યીસ્ટ જમા થઈ ગયું છે જે શુગર (ગ્લુકોઝ)ને એથેનોલમાં બદલી રહ્યા છે.

Related posts

Putin will take part in peace conference at Germany’s Libya

aapnugujarat

कुछ विदेशी नागरिकों को देश से निकालना शुरू करेगा अमेरिका

aapnugujarat

ट्रंप ने एच-1बी वीजा पर लगाईं नई पाबंदियां

editor

Leave a Comment

UA-96247877-1