Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી કોંગ્રેસને ફટકો : અરવિંદરસિંહ લવલી ભાજપમાં સામેલ

દિલ્હીમાં એમસીડી ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આજે મોટો ફટકો પડ્યો હતો. દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને શીલા દિક્ષીત સરકારમાં પ્રધાન રહી ચુકેલા અરવિંદરસિંહ લવલી ભાજપમાં સામેલ થઇ ગયા છે. એમ માનવામાં આવે છે કે તેઓ એમસીડી ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઇને ભારે નારાજ હતા. લવલી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય ચહેરાઓ પૈકીના એક તરીકે હતા. સાથે સાથે સીખ સમુદાયની વચ્ચે પણ તેમની ખુબ સારી પ્રતિષ્ઠા રહેલી છે. એમ માનવામાં આવે છે કે, લવલી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતૃત્વથી નાખુશ હતા. લવલી સાથે દિલ્હી યુવા કોંગ્રેસના અધ્યક્ષ અમિત મલિક પણ ભાજપમાં જાડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપÂસ્થતિમાં લવલીને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. લવલીને ભેંટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી, વરિષ્ઠ નેતા વિજય ગોયેલ, પૂર્વ દિલ્હીના સાંસદ મહેશગિરી પણ ઉપÂસ્થત રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચુકેલા લવલી શિલા દીક્ષીત સરકારમાં પ્રધાન તરીકે હતા. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા. લવલી ઘણા સમયથી પાર્ટીથી નાખુશ હતા અને તેમને ભાજપમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લઇ જશે તેમ માનવામાં આવી રહ્યું હતું. આજે આખરે લવલી ભાજપમાં જાડાઈ ગયા હતા. દિલ્હીમાં એમસીડીની ચૂંટણીમાં હવે વધારે સમય રહ્યો નથી ત્યારે તેમની ભાજપમાં વાપસીને પણ ભાજપ માટે સારા સંકેત તરીકે ગણવામાં આવે છે.

Related posts

टेरर फंडिंग समाप्त करके ही आतंकवाद का खात्मा होगा : राजनाथ सिंह

aapnugujarat

ધોરણ ૧૦ પાસ કરનારી દરેક યુવતીને રોકડ ઇનામની જાહેરાત કરતી યુપી સરકાર

aapnugujarat

સુપ્રીમમાં કલમ 35Aને પડકાર ફેંકતી અરજી પર સુનાવણી મુલત્વી

aapnugujarat
URL