Aapnu Gujarat
શિક્ષણ

વિજયનગર આર્ટસ કોલેજમાં રસોત્સવ યોજાયો

રાજપુર કેળવણી મંડળ , વિજયનગર સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો રસોત્સવ વિજ્યનગર આટ્‌ર્સ કોલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, હરિભાઈ ચૌધરી, રાજુભાઇ ત્રિવેદી, અરવિંદ પટેલ વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને રાજપુર કેળવણી મંડળના સ્થાપક એમ.એન.પટેલ, હરીશ પટેલ વિજયનગર આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો.એલ.એસ.મેવાડા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થામાંથી આવેલા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડો.એલ.એસ.મેવાડાને રાજપુર કેળવણી મંડળની થોડી ઝલક બતાવી આ રાજપુર કેળવણી મંડળ ૧૯૭૦માં સ્થપના કરવામાં આવી હતી અને હાલ તેમાં ૧૯ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતા રાસ – ગરબા , નૃત્ય , એકપાત્ર અભિનય, સોલો – ડાન્સ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત અંધશ્રધ્ધા, વ્યસન મુકિત અને નિરક્ષરતા જેવા વિવિધ દૂષણોને ઉજાગર કરતા પોગ્રામ કરાયા હતા અને નાના ભૂલકાઓએ પણ ખૂબ ઉત્સાહિત થઈ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંસાલન વિજયનગર આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એલ.એસ.મેવાડાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

હવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે

editor

ભણવાની સાથે કમાવવાની ગણતરી સાથે યુકે જતાં લોકોના ગણિત ખોરવાશે

aapnugujarat

વિરમગામના આનંદ મંદિર અને ત્રિપદા સ્કુલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1