Aapnu Gujarat
શિક્ષણ

રવેલ જુના પ્રા. શાળાના ૬૭મા સ્થાપના દિને બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

૧૬ ફેબ્રુઆરીના રોજ રવેલ જુના પ્રાથમિક શાળાની સ્થાપનાને ૬૭મું વર્ષ બેસતું હોઈ SMC અને શાળા પરિવાર દ્વારા શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત શિક્ષક અમરાભાઈના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય જીવાભાઈ માળી દ્વારા સ્વાગત પ્રવચન અને શાળાની સિદ્ધિઓ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ અને શિક્ષણપ્રેમી સેંધાભાઇ પરમાર દ્વારા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે વિધાર્થીઓને શૈક્ષણિક કીટના ઇનામો આપી માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ થકી શાળા, માતા પિતા અને ગામનું નામ રોશન કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગામના રહીશ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ સવરાખા પ્રાથમિક શાળા થરાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને તાજેતરમાં બેંગ્લોર ખાતે પૃથ્વી એવોર્ડથી સન્માનિત થયેલ શ્રી દશરથ પરમારનું શાળા પરિવાર દ્વારા પેન અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. દશરથભાઈએ બાળકોને પ્રેરણાદાયી અનુભવો અને જીવન ઘડતર વિશે સમજ સાથે બાળકોને પેન અને પુસ્તિકાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગામના આગેવાન અને SMC અધ્યક્ષ ચમનાજી ઠાકોર, રાણાભાઇ લુહાર, પેથાભાઈ ઠાકોર, માલજીભાઈ ઠાકોર, સોમાભાઈ વગેરે ગામ લોકો અને શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ સાથે જીસ્ઝ્ર અને શાળાના શિક્ષકો દ્વારા બાળકો તથા મહેમાનોને તિથિ ભોજન આપવામાં આવ્યું. કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષક રણજિતસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક ભરત દેસાઈ, વિષ્ણુ પ્રજાપતિ, નરેશ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. ્ર કાર્યક્રમનું સંચાલન બિપિન વાણીયાએ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

Indian student threatened by Chinese university to take action for allegedly posting offensive comments against Chinese people

editor

ધો. ૧૦ની માર્કશીટ વગર ૧૧માં પ્રવેશ આપવાનું શરૂ

editor

યુજીસીની સૂચનને અવગણી રાજ્યની યુનિવર્સિટીઓમા જંકફૂડનું વેચાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1