Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે ૧૨૦ કેમેરા લગાવાયા

ગુજરાત સરકાના વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે હિંમતનગર શહેરના૨૩ લોકેશન ઉપર ૧૨૦ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા રવિન્દ્ર ચૈતન્ય મંડલીક ના માર્ગદર્શન દ્વારા તેમજ કમાન્ડ કંટ્રોલ પો.સ.ઇ આર.કે.રાવતના સુપરવીઝન હેઠળ આ તમામ જંકશન ઉપર મોનીટરીંગ કરી, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ (ઇ-મેમો) ઇસ્યુ કરવાનું શરુ કરવામાં આવી રહેલ છે. સાબરકાંઠા પોલીસ દ્વારા જે જે વાહન ચાલકો દ્વારા મોટર વ્હિકલ એકટનો ભંગ કરવામાં આવશે તેની ઉપર સતત વોચ રાખવામાં આવશે, જે લોકો દ્વારા મોટર વ્હિકલ એકટનો ભંગ કરવામાં આવશે, એ વાહનચાલકોને પોતાના ઘરના સરનામે ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે. વાહન ચાલકોને ઇ મેમો ઘરે મળી જશે અને લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
દંડ રોકડમાં ભરી શકશે અને દંડ ઓનલાઇન ભરવા www.echallanpayment.gujarat. gov.in અથવા કેશ ભરવા માટે ‘‘ નેત્રમ “ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી – સાબરકાંઠા ખાતે સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો પુરાવા સાથે દંડ ભરી શકાશે.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સુરત : બુટલેગરોનું પણ ગજબ દિમાગ : ઘરમાં ખાડો ખોદી દારૂ ભરેલી પીપ અને બોટલો સંતાડી

aapnugujarat

સાપુતારામાં છવાયો સન્નાટો

editor

Gujarat is “very keen” to take a lead in realising Modi’s dream of building a ‘New India’ : CM Rupani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1