Aapnu Gujarat
ગુજરાત

વિરમગામની આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવાયા

જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વિ ઝાલા, નીલકંઠ વાસુકિયા, ગોપાલભાઇ પટેલ, ગોકુલ પટેલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં મેડીકલ ઓફિસર, આરબીએસકે ટીમ, સીએચઓ, આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફિલ્ડમાં લોકોને સંચારી રોગો વિશે વિગતવાર સમજ આપવામાં આવી રહી છે. જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સંચારી રોગોથી બચવા માટે થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે. જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. સંચારી રોગોથી બચવા માટે (૧) વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ (૨) કફ એટીકેટ એટલે કે ઉધરસ કે છીંક આવે તો રૂમાલ, ટીસ્યુ કે કોણીથી મોં ઢાંકવુ (૩) થુકવુ નહિ (૪) અભિવાદન કરવા હાથ ન મિલાવતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કાર કરવા.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

गुजरात में अति भारी बारिश की फिर से चेतावनी जारी

aapnugujarat

લોકોની સલામતી માટે કઠોર કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ

aapnugujarat

गुजरात कृषि क्षेत्र में सबसे ज्यादा बिजली आपूर्ति उपलब्ध कराता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1