Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજધાની, શતાબ્દીમાં એલટીસી હેઠળ ફ્લેક્સી ભાડા સ્વીકાર્ય હશે

રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં ડાયનેમિક અથવા તો ફ્લેક્સી ભાડા લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) ભથ્થા હેઠળ લાગૂ રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ વિભાગે તમામ કેન્દ્ર સરકારના વિભાગોને સૂચના આપી દીધી છે. આ હિલચાલ એવા સમયે આવી છે જ્યારે એલટીસીના હેતુ માટે આ ટ્રેનોની ટિકિટ બુક કરાવતી વેળા ફ્લેક્સી ભાડાને લઇને સ્પષ્ટીકરણની માંગણી જુદા જુદા વિભાગ તરફથી ઉઠી રહી હતી. રેલવે મંત્રાલય દ્વારા રાજધાની, શતાબ્દી, ડુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા સિસ્ટમની શરૂઆત કરી હતી. જેમાં મૂળભૂત ભાડામાં નક્કી કરવામાં આવેલી મર્યાદા તથા વેચવામાં આવેલા બર્થના દરેક ૧૦ ટકા પર ૧૦ ટકાનો વધારો થઇ જાય છે. ખર્ચ વિભાગ દ્વારા વાતચીત કરવામાં આવ્યા બાદ આ મામલામાં ઉપર ચકાસણી થઇ હતી. નાણામંત્રાલયે કહ્યું છે કે, રાજધાની, શતાબ્દી, ડુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા લાગૂ રહેશે. એલટીસી ઉપર આ ટ્રેનોમાં યાત્રા કરનાર યાત્રીઓને તેને લાગૂ કરવામાં આવશે. આ ડાયનેમિક ભાડા ખુબ જ મહત્વપૂર્ણ છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ડાયનેમિક ભાડાના ક્ષેત્રમાં કાપ મુકી દેવામાં આવ્યા બાદ ભાડાની રકમ સરકારી કર્મચારીઓ મેળવશે. ધારાધોરણ મુજબ સરકારી કર્મચારીઓ પેઇડ લીવ ઉપરાંત જ્યારે એલટીસી મેળવે છે ત્યારે તેમને કોઇપણ પ્રવાસ ખર્ચ વેળાની રકમ પરત મળે છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, હવે રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોના ફ્લેક્સી ભાડા એલટીસી હેઠળ પણ લાગૂ થશે. વિભાગ દ્વારા તમામ કેન્દ્ર સરકારના મંત્રાલયોને સૂચના આપી દેવમાં આવ્યા બાદ તેને લાગૂ કરવામાં આવશે. જ્યારે બિન સરકારી કર્મચારીઓ વિમાનમાં યાત્રા કરે છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થાને લઇને પણ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

Related posts

સાધ્વી પ્રાચીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા વરસાદી દેડકા, ૨૦૧૯માં મોકો ન ચુકે હિંદુ

aapnugujarat

યુપી અને રાજસ્થાનમાં પ્રંચડ વાવાઝોડુ : ૪૨નાં મોત

aapnugujarat

पीएम मोदी रविवार को 8 ट्रेनों को दिखाएंगे हरी झंडी

editor

Leave a Comment

URL