Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં પાંચમા તબકાનો છેલ્લો સેવાસેતુ કાર્યક્રમ યોજાયેલ જેમાં સવારે ૯ વાગ્યાથી લઈ સાંજના ૫ સુધી સ્થળ ઉપર જ સરકારના વિવિધ વિભાગોની જુદી-જુદી યોજનાઓ પૈકી એક જ દિવસે પુરી પાડી શકાય તેવા આશય દ્વારા યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી શકે તેમજ સ્થળ ઉપર જ હકારાત્મક અરજીઓનો નિકાલ સ્થળ ઉપર જ કરી શકાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં (આવક તેમજ જાતિના દાખલા, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આરોગ્યને લગતી કામગીરી વગેરે લાભો લાભાર્થીઓને ઘર આંગણે પુરા પાડવામાં આવે છે. આ સેવાસેતુ કાર્યક્રમમાં ભદ્રવાડીથી સાકરીયા સુધીનો અંદાજીત ૫ કિલોમીટર સુધીનો માર્ગ વર્ષોથી એટલે કે આઝાદીના સમયથી કાચો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ગામ લોકોને હેરાનગતિ થતી હોય છે તે કારણે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા અને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ માર્ગ ને પાકો બનાવવા સમગ્ર ગામ વતી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા જવાબદાર પુર્વક બાંહેધરી આપી હતી. આ સેવાસેતુ કાર્યક્રમમાં (ભદ્રવાડી, શિયા, ખારીયા, નવા, રૂણી, ખેંગારપુરા, કરશનપુરા, ટોટાણા, આણંદપુરા,ઓઢા, સાકરીયા, સુદ્રોસણ, નાના જામપુર, ભલગામ, સવપુરા) જેવા ૧૫ ગામનાં લોકોએ લાભ મેળવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપુત, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ભારતસિંહ ભટેસરીયા, કિશોર પ્રજાપતિ, ઝેનુભા, ડી.ડી.જાલેરા, હંસપુરી ગૌસ્વામી, કાંકરેજ તાલુકા પ્રમુખ તેજાભાઇ દેસાઈ, વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

મોરારી બાપુએ કોરોના મહામારીમાં ૧ કરોડનાં દાનની કરી જાહેરાત

editor

લખપત તાલુકામાં એક મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ

editor

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1