Aapnu Gujarat
શિક્ષણ

શિક્ષકો માટે ડીપીએસ-બોપલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અંગે સીબીએસઈએ ઈન્ટેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો

શિક્ષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની  ભાવિ દિશા ઉપર પ્રકાશ પાડતો શિક્ષકો માટેનો  3 દિવસનો કાર્યક્રમ CBSE – INTEL Capacity Building Programme on Artificial Intelligence નુ દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે તા. 7થી 9 જાન્યુઆરી, 2020 દરમ્યાન આયોજન કર્યું હતું. સીબીએસઈ માધ્યમિક સ્તરે છઠ્ઠા વધારાના વિષય તરીકે  વિવિધ વ્યવસાયલક્ષી વિષયો ઓફર કરે છે. વિદ્યાર્થાઓ કારકિર્દીના વિવિધ વિકલ્પો ચકાસી શકે તથા પોતાની ટેકનિકલ તથા સોફટ સ્કીલ  અપગ્રેડ કરી શકે તે માટે સહાયરૂપ થવા આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સને કારકિર્દીના વિકલ્પ તરીકે  માધ્યમિક સ્તરે વ્યવસાયલક્ષી વિષય તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

શિક્ષકોને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની શક્તિમાન  શિક્ષણથી સજ્જ કરવા માટે તથા આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સને ક્લાસરૂમ સુધી લઈ આવવા સીબીએસઈએ ઈન્ટેલના સહયોગથી શિક્ષકો માટેની વર્કશોપનુ આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતની વિવિધ શાળાઓના 49 શિક્ષકો સામેલ થયા  હતા. 

ડીપીએસ-બોપલના પ્રિન્સિપાલ શ્રી સુરેન્દર પી. સચદેવાએ 3 દિવસ ચાલનારા આ સીબીએસઈ-ઈન્ટેલ પ્રોગ્રામનુ ઉદઘાટન કર્યું હતું. શ્રી સચદેવાએ તેમના મુખ્ય પ્રવચનમાં વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ કેવી રીતે શિક્ષણ પધ્ધતિમાં એકરૂપતા   સુધારવામાં તથા ગુણવત્તા વધારવામાં સહાયક થઈ શકે તે અંગે વાત કરી હતી.

 ઈન્ટેલ AI4 યુથની તાલિમ પામેલા એક કોચ મારફતે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં વિવિધ મોડ્યુલ શિખવવામાં આવ્યાં હતાં અને તેનુ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના અભ્યાસક્રમ સાથે સંકલન કરવામાં આવ્યુ હતું. શિક્ષકોને વર્ગખંડમાં  અભ્યાસક્રમનો કેવી રીતે અમલ કરવો જોઈએ તે અંગે જાણકારી આપવામાં આવી હતી.

પ્રથમ દિવસે સ્કૂલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના અમલીકરણ માટેની પ્રક્રિયાઓ શિખવવામાં આવી અને તેનુ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની ભિન્ન વિષયોના  અભ્યાસક્રમ સાથે સંકલન કરવામાં આવ્યું તથા દિવસના અંતે એસેસમેન્ટની પધ્ધતિઓ અંગે જાણકારી આપવામાં આવી. બીજા દિવસના પ્રારંભે સમસ્યા નિવારણના પ્રયાસ તરીકે   શિક્ષકોને વિવિધ પ્રોજેકટસ હાથ ધરવા માટેનો વાસ્તવિક અનુભવ આપવામાં આવ્યો. છેલ્લા અને આખરી દિવસે ન્યુટ્રલ નેટવર્ક અંગે તબક્કાવાર સમજ આપવામાં આવી. તમામ શિક્ષકોએ  3 દિવસની પરામર્શલક્ષી વર્કશોપ મારફતે વર્ગખંડમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના અમલીકરણ માટેની અનેક પ્રવૃત્તિઓનો અનુભવ કર્યો

Related posts

ગુજકેટનું પરિણામ જાહેર : ૯૯થી પણ વધુ પર્સેન્ટાઇલ મેળવનાર ૧૩૨૭ વિદ્યાર્થી

aapnugujarat

રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાશે

editor

IIT-कानपुर ने शुरु की हिंदु धार्मिक ग्रंथो की पढ़ाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1