Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૭માં સામાન્ય મોનસુન રહેશે : આઈએમડી

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસુન સામાન્ય રહેશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂત અને વેપારી સમૂદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સાથે સાથે સરકાર માટે પણ આ આગાહી ખુબ જ રાહતજનક પુરવાર થઇ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ જા મોનસુન નોર્મલ રહેશે તો ખેડૂતોની સાથે સાથે અર્થતંત્ર માટે પણ ખુબ સારા સમાચાર રહેશે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના ડીજી કેજી રમેશે કહ્યું છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં તમામ જગ્યાઓ ઉપર સામાન્ય મોનસુન હેઠળ યોગ્ય વરસાદ જાવા મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ મોનસુન દેશની લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૯૬ ટકાની આસપાસ રહી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદ અથવા તો એલપીએ વર્ષ ૧૯૫૧થી ૨૦૦૦ની વચ્ચે નોંધાયેલા વરસાદના સરેરાશ છે જે ૮૯ સેન્ટી મીટર છે. આ સંદર્ભમાં જાવામાં આળે તો એલપીએની ૯૪થી ૧૦૪ ટકા સુધી વરસાદની આગાહીને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે ૯૬થી નીચેને સામાન્યથી ઓછો વરસાદ ગણવામાં આવે છે. આવી જ રીતે જા ૧૦૪થી ૧૧૦ ટકા સુધી વરસાદની આગાહી કરવામાં આવે તો તે સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની આગાહી તરીકે ગણવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લી સિઝનમાં મોનસુન માટે હવામાન વિભાગ તરફથી સામાન્યથી વધારે વરસાદનો અંદાજ મુક્યો હતો પરંતુ મોનસુનની સિઝન ખતમ થતા થતાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. છેલ્લા વર્ષે દક્ષિણી દ્વીપમાં ઓછો વરસાદ થયો હતો. તમિળનાડુ, કર્ણાટક, કેરળના અનેક વિસ્તારોમાં દુષ્કાળની Âસ્થતિ સર્જાઈ ગઈ હતી પરંતુ આ વખતે આઈએમડી દ્વારા કરવામાં આવેલી આગાહી જા યોગ્ય સાબિત થશે તો ખેડૂતોને મોટી રાહત થશે. ખેડૂતો પહેલાથી જ હવામાન વિભાગને લઇને આગાહીની રાહ જાઇ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા દર વર્ષે એપ્રિલથી જ આગાહી કરવાની શરૂઆત કરવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટ દ્વારા પણ આગાહી કરવામાં આવે છે જેમાં ઘણી વખત આંકડાઓમાં અંતર રહે છે.

Related posts

हारे जरूर हैं, लेकिन यह हमारे लिए आत्मचिंतन का विषय है : शाह

aapnugujarat

બહેરીનમાં ગણપતિ દાદાની મૂર્તિ તોડાઈ

editor

સબરીમાલા : સર્વપક્ષીય મિટિંગ ફ્લોપ

aapnugujarat

Leave a Comment

URL