Aapnu Gujarat
શિક્ષણ

બોડેલીની તપોવન વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાલયનો ચોથો વાર્ષિક મહોત્સવ આજે શાળાના વિશાળ પટાંગણમાં અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખ અનિરુધ્ધ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવાયો હતો. આદર્શ ક્ષત્રિય મંડળના પ્રમુખ કે સી પરમાર, એલેમ્બિક વિદ્યાલય વડોદર ના આચાર્ય ભરત પરમાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી વિરેન્દ્રસિંહ રાજપરમાર, સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી પ્રવિણસિંહ ઝાલા જબુગામના શ્રી વિદ્યા મંડળના ટ્રસ્ટી જોરાવરસિંહ ઘરિયા, જબુગામની શ્રી સી.એન બક્ષી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય નરેન્દ્ર પંચાલ, જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી વસંતાબેન સોલંકી ચાચકના યુવા અગ્રણી મુકેશભાઈ, વિગેરે સહિત શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી ગણ શાળા પરિવાર તેમજ વાલીઓ તથા વિદ્યાર્થીઓને આવકારતા ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂતે શાળાની વિકાસ ગાથાની માહિતી આપતા ગત વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડ પરીક્ષામાં શાળાનું ગૌરવ કહી શકાય તેમ ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું તે પ્રમાણે ચાલુ વર્ષે પણ ૧૦૦ ટકા પરિણામ આવે તે માટે શાળાના આચાર્ય અને શિક્ષક ગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેઓ ખરેખર અભિનંદનને પાત્ર હોય અભિનંદન આપતા તેઓએ આગામી સત્રથી નજીકમાં જ શાળા વિદ્યાર્થીઓને શહેરના જેવી જ સુવિધાઓ મળી રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખે શાળાનું નવું મકાન બનાવી રહી છે જ્યાં સિક્યુરિટી, આધુનિક લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, લેડીઝ રૂમ, આચાર્યની ઓફિસ ક્લાર્ક ઓફિસ તેમજ વિશાળ રમત ગમતના મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ હશે તેવી નવી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે તેમ જણાવ્યું હતું . આજના વાર્ષિક મહોત્સવમાં શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા ભાગ લઇ પોતાની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોના મન જીતી લીધા હતા.
આજના વાર્ષિક મહોત્સવ આ પ્રસંગે વર્ષ દરમિયાન શાળામાં દરેક ક્ષેત્રે અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને તેમજ આજની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે વાલીઓએ પોતાના બાળકો દ્વારા રજૂ થતી કૃતિઓને તાળીઓના ગડગડાટથી વધાવી આયોજન બદલ શાળા સંચાલક મંડળ અને ઝાલા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, બોડેલી)

Related posts

કેનેડામાં ભણતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં?

aapnugujarat

આરટીઇ હેઠળ ૨૫ બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી વકી

aapnugujarat

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ એસોસીએશનને માન્‍યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1