Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

લલિત મોદી સામે ટૂંકમાં કઠોર કાર્યવાહી : સ્વામી

ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે ચેતવણી આપી હતી કે, વિજય માલ્યા ઉપર સકંજા મજબૂત કરવામાં આવ્યા બાદ હવે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા વિજય માલ્યાની ધરપકડ બાદ સ્વામીએ આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. સ્વામીએ કહ્યું હતું કે, મોદી એટલે કાર્યવાહી. તેઓ હંમેશા ભ્રષ્ટાચાર સામે લડતા રહ્યા છે. માલ્યાને જેલ જવાનો સમય આવી ગયો છે. આ માત્ર શરૂઆત છે. લલિત મોદી હવે આગામી ટાર્ગેટ હોઈ શકે છે. ૯૦૦૦ કરોડના લોનના મામલામાં માલ્યા વોન્ટેડ છે. વિજય માલ્યાએ કોર્ટ અને તપાસકારો સમક્ષ ઉપÂસ્થત થવામાં હંમેશા ઇન્કાર કર્યો છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માલ્યા સામે તપાસ કરવામાં આવી રહી છે.
અડધા ડઝન કોર્ટ વોરંટ તેમના નામ ઉપર તેમની સામે જારી કરવામાં આવી ચુક્યા છે. જાન્યુઆરી મહિનામાં લોનની રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરવા ધિરાણદારોના કન્સોર્ટિયમને કોર્ટે આદેશ કર્યો હતો. વિજય માલ્યા ફોર્સ ઇÂન્ડયા ફોર્મ્યુલા વન ટીમના સહમાલિક તરીકે પણ રહ્યા છે. વિજય માલ્યાને લઇને રાજનીતિ હંમેશા રમાતી રહી છે. આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર રાજકીય પક્ષોમાં પણ ચાલતો રહ્યો છે. કેન્દ્રીયમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ભારત સરકાર અને નાણામંત્રાલયની આ સફળતા છે. સંતોષ ગંગવારે કહ્યું હતું કે, માલ્યાને ટૂંકમાં જ ભારત લાવવામાં આવશે. કાયદા મુજબની પ્રક્રિયા અપનાવવામાં આવશે. કિંગફિશર કર્મચારીઓ દ્વારા પણ પોતાનીરીતે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા આક્રમકમ દબાણ લાવવામાં આવ્યા બાદ સરકારે ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણ વિનંતી બ્રિટિશ સરકારને સોંપી હતી.

Related posts

સહારા કેસમાં સુબ્રત રોય અને ત્રણ ડાયરેક્ટરને ૨૮ ફેબ્રુઆરીએ સુપ્રીમમાં હાજર થવા સમન્સ જારી

aapnugujarat

पुलवामा में मुठभेड़ में एक आतंकवादी मारा गया

aapnugujarat

हमें ‘टेररिस्तान’ से बातचीत में दिक्कत है, पाकिस्तान से नहीं : जयशंकर

aapnugujarat

Leave a Comment

URL