Aapnu Gujarat
શિક્ષણ

દિયોદર તાલુકાના H TAT મુખ્ય શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

દિયોદર તાલુકાના H TAT મુખ્ય શિક્ષક દ્વારા વધ – ઘટ બદલી કેમ્પ બંધ રાખવા તેમજ અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે દિયોદર મામલતદાર પી. એસ. પંચાલને આવદેનપત્ર સોંપ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આર.ટી.ઈ.અંતર્ગત વર્ષ ૨૦૧૨થી શરુ કરી ક્રમશ રીતે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં H TAT મુખ્ય શિક્ષકોની નિમણૂંક કરવામાં આવેલ છે. તાજેતરમાં સરકાર દ્વારા મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો બહાર પાડી તારીખ ૧૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધીમાં વધઘટની બદલીઓ કરવાની સૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ છે જેમાં ૧ થી ૫ માં ૧૫૦ કે તેથી વધુ અથવા તો ધોરણ ૬ થી ૮ેમાં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં જ મુખ્ય શિક્ષક આપવામાં આવશે અને બાકીની શાળાઓમાં બદલી કરવાનો અન્યાય અને નુકસાન કરતા નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયને રદ્દ કરી સમગ્ર રાજ્યના મુખ્ય શિક્ષક વધ-ઘટ ના કેમ્પ બંધ રાખવામાં આવી તેવી પણ દિયોદર H TAT મુખ્યશિક્ષકોએ માંગણી કરી છે. જોકે વધુમાં H TAT મુખ્યશિક્ષક ભરતી કર્યાના સાત વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતા તો અન્ય પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. જોકે પ્રશ્નો કેવા છે એ પણ જણાવી દઈએ (૧) H TAT મુખ્યશિક્ષકની જગ્યા વેકેશન છે કે નોનવેકેશનલ તે સ્પષ્ટતા નથી (૨) મુખ્ય શિક્ષકને ઉચ્ચતર પગારધોરણ ક્યારે અને કેવી રીતે મળશે તેની પણ સ્પષ્ટતા નથી, બઢતીથી મુખ્ય શિક્ષક બનીને પ્રાથમિક શિક્ષકોને અને કાલ્પનિક ઇજાફો આપવાની જોગવાઇ કરેલ નથી જેના કારણે મુખ્ય શિક્ષક કરતા હોય જુનિયર હોય તેવા શિક્ષકો વધુ પગાર મેળવી રહ્યા છે, મુખ્ય શિક્ષક નિવૃત્તિ સમયે સત્રનો લાભ આપવો કે કેમ એ પણ સ્પષ્ટતા નથી, બદલીના નિયમોમાં આંતરિક અને જીલ્લા અરસ-પરસ બદલીની જોગવાઈ કરવામાં આવેલ નથી, જે શાળામાં ધોરણ ૧ થી ૫માં ૧૫૦ થી વધુ સંખ્યા અને ૬ થી ૮ માં ૧૦૦ વધુ સંખ્યા હોય તેવી શાળાઓમાં બે H TAT મુખ્યશિક્ષક આપવાની જોગવાઈ આર.ટી.ઈ માં હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી જેવી ઉપરોક્ત માંગણીઓ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

पबजी से बचा लो रब जी, परेशान पैरंट्‌स मांग रहे दुआ

aapnugujarat

બડોલી ગામની એચ.જાની હિંગવાલા સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનું ઉદ્‌ઘાટન કરાયું

aapnugujarat

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવાશે

editor

Leave a Comment

UA-96247877-1