Aapnu Gujarat
રમતગમત

પાક. સામેની ટેસ્ટ સિરીઝ માટે વિન્ડીઝની ટીમ જાહેર : કિરેન પોવેલનો સમાવેશ

જમૈકામાં પાકિસ્તાન અને વેસ્ટઇÂન્ડઝ વચ્ચે ૨૧મી એપ્રિલથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચ માટે વેસ્ટઇÂન્ડઝ ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવી ચુકી છે. ટીમમાં બેટ્‌સમેન કિરેન પોવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે ત્રણ વર્ષના ગાળામાં તે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. શુક્રવારથી જમૈકામાં સબીના પાર્ક ખાતે આ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. વેસ્ટઇÂન્ડઝની ટીમમાં નવા ખેલાડી વિશુઅલ સિંહ અને સિમરોન હેટમેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ પાકિસ્તાન સામેની વોર્મઅપ મેચમાં ખુબ સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાન સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં રમવા માટે યુએઇનો પ્રવાસ કરી ચુકેલા ખેલાડીઓમાંથી સેમ્યુઅલ, બ્રાવો અને લિયોન જાન્સનને પડતા મુકી દેવામાં આવ્યા છે. જેસન હોલ્ડરના નેતૃત્વમાં ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટઇÂન્ડઝના પસંદગી સમિતિના ચેરમેન કોર્ટની બ્રાઉને કહ્યું છે કે, અમારી પાસે યુવા ટેસ્ટ ટીમ છે જેનું નેતૃત્વ જેસન હોલ્ડર દ્વારા કરવામાં આવનાર છે. જેસન હોલ્ડરે પણ ટીમનું સફળરીતે નેતૃત્વ કર્યું છે. ૨૭ વર્ષીય પોવેલે ૨૦૧૪માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. નિરાશાજનક દેખાવ બાદ તે ક્રિકેટમાંથી થોડાક સમય સુધી દૂર થઇ ગયો હતો. જા કે, હાલમાં જ રમાયેલી કેરેબિયન પ્રિમિયર લીગમાં તેની વાપસી થઇ હતી. ફેબ્રુઆરીમાં તે રિઝનલ સુપર ૫૦ સ્પર્ધામાં સૌથી વધુ રન કરવામાં સફળ રહ્યો હતો. ૨૭ વર્ષીય પોવેલે ૬૪.૧૨ રનની સરેરાશ સાથે આઠ ઇનિંગ્સમાં ૫૧૩ રન કર્યા હતા. માર્ચ મહિનામાં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચોની શ્રેણીમાં પણ તે વનડે ટીમમાં વિÂન્ડઝ તરફથી રમ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન સામે વનડે શ્રેણીમાં પણ રમ્યો હતો. સ્થાનિક ચાર દિવસની સ્પર્ધામાં પોવેલનો દેખાવ વનડે રેકોર્ડમાં વનડે જેવો સારો રહ્યો નથી. જા કે, વેસ્ટઇÂન્ડઝ તરફથી બોર્ડ ઇલેવનની મેચમાં તે નોંધપાત્ર દેખાવ કરી શક્યો હતો. બીજી બાજુ ગુયાનાના ૨૮ વર્ષીય વિશુઅલ સિંહનો દેખાવ સારો રહ્યો છે. તે ૩૧૭ રન કરી ચુક્યો છે. બીજી બાજુ ૨૦ વર્ષીય હેટમાયર અન્ડર ૧૯ વર્લ્ડકપમાં વિÂન્ડઝના કેપ્ટન તરીકે હતો. તે સતત સારો દેખાવ કરી રહ્યો છે જેથી તેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી ટેસ્ટ મેચ ૩૦મી એપ્રિલથી શરૂ થશે.

Related posts

મેચ ફિક્સિંગનો આરોપ સાબિત થતાં દક્ષિણ આફ્રિકાના લોનવાબો સોત્સોબે પર આઠ વર્ષનો પ્રતિબંધ

aapnugujarat

રેસલિંગ સુપરસ્ટાર ‘ટ્રિપલ એચ’એ વચન પાળ્યું; મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયનશિપ બેલ્ટ ગિફ્ટમાં મોકલાવ્યો

aapnugujarat

धोनी ने मुझे और चहल को अच्छे से हैंडल किया : कुलदीप

editor

Leave a Comment

URL