હૈદરાબાદ ખાતે સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચને લઇને બંને ટીમો સજ્જ દેખાઈ રહી છે. ઘરઆંગણે સનરાઇઝ હૈદરાબાદ વધુ સારો દેખાવ કરવા માટે સજ્જ છે. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. સનરાઈઝ હૈદરાબાદે હજુ સુધી પાંચ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત અને બેમાં હારનો સામનો કર્યો છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમે ચાર મેચો રમી છે જે પૈકી બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમો વધુ સારો દેખાવ કરવાના ઇરાદા સાથે ઉતરીને પોઇન્ટ ટેબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઇÂન્ડયન્સની સાથે પહોંચવા માટે તૈયાર છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પોઇન્ટ ટેબલમાં હાલ પ્રથમ સ્થાને છે જ્યારે મુંબઈ ઇÂન્ડયન્સ બીજા સ્થાને છે. ઈÂન્ડયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. આ વખતે હજુ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ શાનદાર રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની અને સ્ટીવ સ્મીથ જેવા ખેલાડીઓ ધરાવતી ટીમ પણ ખૂબ પાછળ છે તેની પાંચમાંથી બેમાં જીત થઈ છે અને ત્રણમાં હાર થઈ છે. બન્ને ટીમો લડાયક મુડમાં દેખાઇ રહી છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આયોજકો દ્વારા હૈદરાબાદની મેચને લઇને તમામ તૈયારીઓ કરી લીધી છે. ચાહકોને કોઇ તકલીફ ન પડે તે માટે આયોજન કરાયું છે.
પાછલી પોસ્ટ