Aapnu Gujarat
રમતગમત

જપાનમાં શરૂ થઈ સુપર ડીલક્સ ટ્રેન,એક રાતનું ભાડુ સવાસાત લાખ રૂપિયા

વેસ્ટ જપાન રેલવે કંપનીએ હોટેલ ઑન વ્હીલ્સ તરીકે વિખ્યાત એની સુપર ડીલક્સ ક્રૂઝ ટ્રેન ટ્‌વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે લૉન્ચ કરી હતી.ટ્‌વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે યોગો પ્રીફેક્ચરના એમરબ બ્રિજ પરથી પસાર થઈ ત્યારે એના ફોટોગ્રાફ્સ અનેક લોકોએ ઝડપ્યા હતા. દસ કોચ ધરાવતી ટ્રેનમાં સ્વીટ્‌સ, ટિ્‌વન અને સિંગલ રૂમ્સ, ડાઇનિંગ કાર, લાઉન્જ બાર, ઑબ્ઝર્વેશન કોચ અને ટ્રેનના બન્ને છેડે પબ્લિક એરિયા છે. લક્ઝુરિયસ ઇન્ટીરિયર્સ ધરાવતી ટ્‌વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝેમાંની ૧૬ રૂમમાં માત્ર ૩૪ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા છે. એમાં બે વ્યક્તિઓ માટે એક રાતનો પ્રવાસ એક રૂમમાં કરવાનું મહત્તમ ભાડું સવાસાત લાખ રૂપિયાથી વધારે થાય છે. સ્વીટ્‌સમાં પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓ માટે ભાડાનો દર પાંચ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ડીઝલ જનરેટેડ ઇલેક્ટ્રિક પાવર અને બૅટરી અસિસ્ટેડ મોટર ડ્રાઇવ એમ હાઇબ્રિડ સિસ્ટમ વડે ચાલતી ટ્‌વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે ક્યોટો તથા ઓસાકાથી યામાગુચી પ્રીફેક્ચરના શિમોનોસેકી વચ્ચે દોડાવવામાં આવે છે અને રિટર્ન જર્નીમાં જપાનની કોસ્ટલાઇન પર પ્રવાસ કરે છે. એક કે બે રાતના પ્રવાસ દરમ્યાન પૅસેન્જરોને જપાનનું કુદરતી સૌંદર્ય નિહાળવાની તક મળે છે.

Related posts

विदेशी कोच पाकिस्तान क्रिकेट का भला नहीं कर सकता : नवाज

aapnugujarat

હિંમતનગરની સંઘવી કે.કે.કે. કોઠારી સ્કૂલ વક્તાપુરના વિદ્યાર્થી જય રાવલે ૧૦૦ મીટર દોડ જીતી

aapnugujarat

શ્રીલંકાએ રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેને હરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1