Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશભરમાં પોલીસ ખાતામાં ૪.૪૨ લાખ જગ્યા ખાલી

દેશભરમાં હાઈકોર્ટના જજની ૪૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે ત્યારે સુપ્રીમ કોર્ટે હવે ભારતભરમાં પોલીસ વિભાગોમાં ૪.૪૨ લાખ જગ્યાઓને ભરવા માટેની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે સૂચના આપી છે. સૌથી વધારે જગ્યા ધરાવનાર છ રાજ્યોને તમામ માહિતી સાથે આવવા માટે ટોચના ગૃહ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચીફ જÂસ્ટસ જેસ્એસ ખેહર, જÂસ્ટસ ડીવાય ચંદ્રચુડ અને જÂસ્ટસ સંજય કિશનની બનેલી બેંચે પોલીસ વિભાગમાં રહેલી ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવા માટે સૂચના આપી દીધી છે. જે રાજ્યોમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કર્ણાટક, તમિળનાડુનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગમાં આ તમામ રાજ્યોમાં સૌથી વધારે જગ્યા ખાલી છે. શુક્રવારના દિવસે કોર્ટમાં રજૂઆત કરવા માટે ઉપÂસ્થત રહેવા માટે આ રાજ્યોમાં સંયુક્ત સચિવ અથવા તો ગૃહ વિભાગમાં સચિવને આદેશ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં મંજુર કરવામાં આવેલા ૩.૫ લાખના સંખ્યાબળની સામે હાલમાં ૧.૫૧ લાખ જગ્યાઓ ખાલી રહેલી છે. આવી જ રીતે બંગાળમાં ૧.૦૨ લાખના સંખ્યાબળની સામે ૩૭૩૨૫ જગ્યાઓ ખાલી રહેલી છે. બિહારમાં પણ ૩૪૨૫૧ જગ્યાઓ ખાલી રહેલી છે. કુલ સંખ્યાબળ અહીં ૭૨૧૩૨ છે જ્યારે ઝારખંડમાં કુલ સંખ્યાબળ ૮૧૯૬૯ છે જ્યારે ખાલી જગ્યાઓની સંખ્યા ૨૬૩૦૩ છે. કર્ણાટકમાં સંખ્યાબળ ૧.૦૨ લાખ છે જ્યારે ખાલી જગ્યા ૨૪૩૯૯ છે. જ્યારે તમિળનાડુમાં કુલ સંખ્યાબળ ૧.૨૩ લાખ છે જેની સામે ખાલી જગ્યાઓની સંખ્યા ૧૯૮૦૩ છે. હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ રહેલી છે. આસામમાં ૧૨૦૮૨ ખાલી જગ્યાઓ રહેલી છે. ગુજરાતના સંદર્ભમાં આમા આંકડા આપવામાં આવ્યા નથી. મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં પણ ખાલી જગ્યાઓની સંખ્યા ખુબ મોટી છે. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ઘણા સમયથી ખાલી જગ્યાઓને ભરવાના સંદર્ભમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે જેના પરિણામ સ્વરુપે ખાલી જગ્યાની સંખ્યા સતત વધતી ગઇ છે અને આ આંકડો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ૪.૪૨ લાખ જગ્યાઓ પોલીસ વિભાગમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી રહેલી છે. એકંદરે સાથે મળીને કુલ મંજુર કરવામાં આવેલું સંખ્યાબળ ૧૭.૯૫ લાખ છે. બેંચનું કહેવું છે કે, ખાલી જગ્યાઓને ભરવાની દિશામાં વહેલીતકે પહેલ થવી જાઇએ.

Related posts

મોદી સરકારમાં ચૂંટણી પંચને નુકસાન થયું છે : રાહુલ

aapnugujarat

मध्य प्रदेश और पंजाब में पद्मावती नहीं होगी रिलीज

aapnugujarat

बिहार विधानसभा चुनाव: सीएम नीतीश समेत कई दिग्गज नेताओं ने किया मतदान

editor

Leave a Comment

URL