Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચેમ્બર ચૂંટણી : જયમીન વસા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ થયા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની યોજાયેલી સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ અને જુનીયર વાઇસ પ્રેસીડેન્ટની રસાકસીભરી અને પ્રતિષ્ઠાભરી ચૂંટણીના પરિણામો આજે જાહેર કરાયા હતા. જેમાં સિનિયર વાઇસ પ્રેસીડેન્ટના પદ માટે જયમીન વસા ચૂંટાઇ આવ્યા હતા, જયારે જુનીયર વાઇસ પ્રેસીડેન્ટના હોદ્દા પર જયેન્દ્ર તન્ના વિજયી જાહેર થયા હતા. બપોરે એકાદ વાગ્યાની આસપાસ પરિણામો જાહેર થતાં જ વિજયી ઉમેદવારોમાં અને તેમના સમર્થક-ટેકેદારોમાં ખુશી અને ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ હતી. તેઓએ ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવી વિજયના વધામણાં કર્યા હતા. તો બીજીબાજુ, હારેલા ઉમેદવારોની છાવણીમાં સોપો પડી ગયો હતો અને તેમના ઉમેદવારો ચુપકીદીથી સરકી ગયા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ગઇકાલે યોજાયેલી સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ અને જુનીયર વાઇસ પ્રેસીડેન્ટની રસાકસીભરી ચૂંટણીમાં ગઇકાલે કુલ ૩૫૦૦ મતદારો પૈકી ૧૭૦૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. જેના કારણે આ વખતની ચેમ્બરની ચૂંટણીમાં ૫૪ ટકા જેટલું ઉંચું મતદાન નોંધાયું હતું. આજે પરિણામ જાહેર થવાનો દિવસ હોઇ બંને પદના ઉમેદવારો તેમના સમર્થકો અને ટેકેદારો સાથે ભારે ઇન્તેજારી સાથે પરિણામની રાહ જોતા હતા. બપોરે એકાદ વાગ્યાની આસપાસ ચેમ્બરની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે જયમીન વસા ચૂંટાઇ આવ્યા હતા, તેમણે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કે.ટી.પટેલને ૨૪૨ મતોથી હાર આપી હતી, જયારે જુનીયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે જયેન્દ્ર તન્ના ચૂંટાયેલા જાહેર કરાયા હતા, તેમણે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભાર્ગવ ઠક્કરને ૨૦૦ મતોથી હાર આપી હતી. ચેમ્બરના પરિણામો જાહેર થયા બાદ કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રતિષ્ઠાભર્યા આ જંગમાં વિજયી ઉમેદવારોના સમર્થકો-ટેકેદારો ખુશીથી ઝુમી ઉઠયા હતા અને તેમણે મીઠાઇ ખવડાવી, ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. તો હારેલા ઉમેદવારોની છાવણીમાં નિરાશાનું મોજુ ફરી વળ્યુ હતું. જો કે, ચેમ્બરની ચૂંટણીમાં આ વખતે વધુ મતદાન નોંધાતા અણધાર્યા પરિણામ આવ્યા હતા. જેમાં કોર્પોરેટ અને બિઝનેસ એસોસીએશનના વધુ મૂલ્યવાળા વોટ્‌સનો પણ અગત્નો ફાળો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અન્ય હોદ્દાઓ પહેલેથી જ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. જયારે પ્રમુખપદની પધ્ધતિ પ્રમાણે, હાલ જે સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ ચૂંટાયા છે તે બીજા વર્ષે આપોઆપ જ પ્રમુખપદે ચૂંટાઇ આવશે.

Related posts

રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કાળોકેર હજુય યથાવત : મૃતાંક ૫૭ ઉપર પહોંચ્યોં

aapnugujarat

૧૨મી ઓક્ટોમ્‍બરના રોજ શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્‍તે નવનિર્મિત મામલતદાર કચેરી, મહેમદાવાનું લોકાર્પણ

aapnugujarat

એએમટીએસનું નિરાશાજનક બજેટ : માત્ર ૭૫૦ બસ દોડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1